જૂનાગઢમાં કોવિડ હોસ્પીટલ સિવિલમાં સફાઈનાં અભાવ અંગેની ફરીયાદ

0

જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં પટેલ સમાજ નજીક તુલશી એપામેન્ટ રહેતા ગોહેલ જમન વાલજીભાઈએ જીલ્લા કલેકટરને એક પત્ર પાઠવી કોવિડ વિભાગ સિવિલ હોસ્પીટલમાં સફાઈનો અભાવ હોવાની ફરીયાદ વ્યકત કરી છે. આ પત્રમાં ગોહેલ જમનભાઈએ જણાવેલ છે કે, તેમના પત્ની નિર્મળાબેન ડી. પાથર (તાલુકા હેલ્થ વિજીટર) ૧૬/૩/ર૦ર૧ના કોરોના ગ્રસ્ત થયા હતા અને કોવિડ સિવિલમાં દાખલ થયેલ હતા અને જે વોર્ડમાં તેમને દાખલ કરવામાં આવેલ હતા ત્યાં ટોઈલેટ અને બાથરૂમની હાલત ખારાબ હતી, સફાઈ થતી ન હોય અને પ્રદુષિત વાતાવરણ હતુ તેમજ મચ્છરોનો પણ અસહીય ત્રાસ હોય જેથી આ અંગેની લેખીત ફરીયાદ લઈ આરએમઓને રૂબરૂ મળવા ગયેલ અને ત્યાંથી તેઓએ સફાઈ કોન્ટ્રાકટર પાસે અરજી લઈને મોકલેલ પરંતુ ત્યાં પણ ગોહેલ જમનભાઈ સાથે ગેરવર્તન થયું હોવાનું તેઓએ જણાવેલ છે.
આ ઉપરાંત કોવિડના દર્દીઓને મચ્છરોના ત્રાસથી ડેન્ગ્યુ અને મેલેરીયાનો ભય રહે છે જેથી આ બાબતને ગંભીર પણે લઈ અને તાત્કાલીક અસરથી કોવિડ હોસ્પીટલમાં સ્વચ્છતા ઉપર ધ્યાન દઈ અને યોગ્ય પગલા ભરવાની માંગણી કરવામાં આવી છે. તેમજ ગેરવર્તન કરનારા સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews