માણાવદર તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો

0

માણાવદર તાલુકા પંચાયતની ૧૬ સીટોની ચુંટણીના પરિણામો એવી રીતે હતા કે ૮ ભાજપ, ૭ કોંગ્રેસ અને ૧ અપક્ષને ફાળે ગયેલ. જેથી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતનો રાજકીય કબ્જાે કોણ કરશે? તે અંગે ભારે ઉત્તેજના હતી. જેમાં નાનડીયા સીટના ઉમેદવાર અપક્ષ તરીકે દડાના નિશાન ઉપર જીત્યા હતા. જેમાં ગઈકાલે ચુંટણી થતાં માણાવદર તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો હતો. અપક્ષનો ગોલ થઈ ગયો. એટલે કે ભાજપ દ્વારા મનાવી લઈ ભાજપ સાથે ભેળવી લીધો જેથી આતુરતાનો અંત આવ્યો હતો. આ ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બરોબરની ટકકર થઈ હતી. ચુંટણી પરિણામોના ગળવાવથી ગાંધીનગર સુધી પડઘા પડેલ હતા. કેમ કે કેબીનેટ મીનીસ્ટરના મતવિસ્તારમાં કોંગ્રેસ બરોબરની ટકકર આપે છે જે નેતાઓની નારાજગી હોય કે સરકારશ્રીની યોજનાઓ કે અનેક ગ્રાન્ટો ફાળવ્યા છતાં અસર થઈ નથી તેવું નિરીક્ષકો કહે છે. નહીં તો ૧૬ માંથી ૮ સીટો જ ભાજપને ફાળે ગઈ અને ૭ સીટો કોંગ્રેસને મળેલ છે. અહીં એક અપક્ષના ટેકાથી ભગવો લહેરાયો હતો. પરંતુ આગામી ચુંટણીમાં શું થશે તે જાેવાનું રહયું તેમ રાજકીય નિરીક્ષકોનું કહેવું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews