માંગરોળમાં વિહિપ સહિતનાં સંગઠઓએ તંત્રને આવેદન આપ્યું

0

માંગરોળમાં રહેતી યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા વિ.હિ.પ. સહિતના સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ સાથે તંત્રને રોષપૂર્ણ આવેદન પાઠવ્યું હતું. વિ.હિ.પ., બજરંગ દળ તથા હિન્દુ યુવા સંગઠને ગૃહમંત્રી, મુખ્યમંત્રીને સંબોધીને મામલતદાર, ડીવાયએસપીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, બે દિવસ પહેલા એક દિકરીને વિધર્મી યુવાન લલચાવી ફોસલાવીને ભગાડી ગયેલ છે. આ બનાવ અંગે તેના પિતાએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. જાે આમ જ ચાલતું રહેશે તો હિન્દુ સમાજને પોતાનું અસ્તિત્વ ટકાવવુ પણ અઘરૂ બનશે તેમ જણાવી તાત્કાલિક ધોરણે બંનેને શોધી કાઢી પોતાના મા-બાપ પાસે મોકલવા તથા યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews