ખંભાળિયાના પાદરમાં આવેલી અને વૈષ્ણવ માટે પરમ પૂજનીય શ્રી મહાપ્રભુજીની સતાવનમી બેઠક આવેલી છે. આ બેઠક પાસે આવેલા એક પુલિયા નજીક છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું. આ મુદ્દે નગરપાલિકા તંત્રને કરવામાં આવેલી રજૂઆતો પછી પાલિકા તંત્ર જાગૃત થઈ અને સેનિટેશન વિભાગ સક્રિય બન્યું હતું. આ સ્થળે પાલિકા ટીમ દ્વારા જેસીબી તથા ટ્રેકટરો જેવા સાધનોની મદદ વડે સફાઇ ઝુંબેશ હાથ ધરી આ સ્થળે એકત્ર થયેલો આશરે ૩૦ ટ્રેક્ટર જેટલો કચરો તથા ગંદકી આ સ્થળેથી દૂર કરવામાં આવી હતી. એટલું જ નહિ, સફાઈ બાદ આ સ્થળે જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવતા વૈષ્ણવોમાં રાહતની લાગણી પ્રસરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સફાઈના મુદ્દે અવાર નવાર વગોવાયેલું નગરપાલિકા તંત્ર હવે તાજેતરમાં નવા વરાયેલા તરવરિયા સભ્યો સાથે સફાઈ સહિતના વિવિધ પડતર પ્રશ્ને પણ આ જ રીતે જાગૃત રહે તેવી અપેક્ષા નગરજનો રાખી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews