રાજકોટમાં જાથાનાં જયંત પંડયાનું સન્માન થયું

0

દેશભરમાં ભારત જન વિજ્ઞાન જાથા વિજ્ઞાન પ્રચાર-પ્રસાર સાથે અંધશ્રધ્ધા નિર્મૂલનની કામગીરી મીશનથી કરે છે. ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી દોરા-ધાગા, મંત્ર-તંત્ર, ધર્મશ્રધ્ધાની આડમાં યેનકેન છેતરપીંડી કરનારાઓને નૈતિક પડકાર આપી જનહિતાયે ખુલ્લા કરવામાં આવે છે. રાજયમાં લોકભોગ્ય સંસ્થા સાબિત થઈ છે. ચમત્કારોથી ચેતો લોકજાગૃતિનાં ૯પ૦૦થી વધુ સ્ટેજ કાર્યક્રમો આપી દેશમાં અગ્રેસર સંસ્થા સાબિત થઈ છે. નવી દિલ્હી વિજ્ઞાન ભવનમાં રાજકોટ સ્થિત જાથા યુનિટની પ્રશંસા થઈ હતી. દેશનાં તમામ મીડિયા જગતે નોંધ લીધી હતી. રાજકોટમાં સ્પન્દન મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સન્માન કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખા, એમ.પી. ચેરીટેબલ ટ્રસ્ટનાં સંયુકત ઉપક્રમે જાથાનાં રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. મ્યુઝિકલ ગ્રુપનાં રાજેન્દ્ર શેઠ, માધવી શેઠ અને પ્રાંત મંત્રી જેઠસુરભાઈ ગુજરીયા, ખજાનચી રમેશભાઈ દત્તા, સહમંત્રી પ્રવિણપુરી ગોસ્વામી, સંયોજક કરશનભાઈ મેતાએ અદકેરૂ સન્માન કરી સમાજ રત્નોની કદર કરી ફરજ નિષ્ઠા બજાવી હતી. શહેરનાં પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી હતી. જાથાનાં જયંત પંડયાએ કાર્યક્રમનાં સમાપને વિવિધ સંસ્થાઓ અને સ્પન્દન ગ્રુપનો વિશેષ આભાર માન્યો હતો. જાથાની કામગીરી લોકોને જાેડવાની છે. લાલચ, લોભ અને ચમત્કારનાં કારણે છેતરાય નહી તે વિષે વિસ્તૃત માહિતી આપી કરેલ કામગીરીની વાત મુકી હતી. ચમત્કાર પાછળની ઘેલછામાં માનવીનું સર્વસ્ય લૂંટાય જાય છે. બરબાદી સિવાય કશું જ મળતું નથી. મહેનત, પુરૂષાર્થ, રેશનલ વિચારોને જીવનમાં ઉતારવાની વાત મુકી હતી. સન્માનથી જવાબદારી વધી જાય છે તેનાં કારણો આપ્યા હતા. માન-સન્માનમાં અભિમાન આવી જાય નહી તેની વિશેષ કાળજી રાખવામાં આવે છે. જાથાનો સ્વભાવ વિજ્ઞાન સાથે વિનમ્રતા છે. મ્યુઝીકલ ગ્રુપનાં રાજેન્દ્રભાઈ શેઠની બેનમુન કલા જગતમાં સંગીત ક્ષેત્રે કામગીરીને બિરદાવી હતી. જાથાનાં ઉમેશ રાવ, રોમિત રાજદેવ, દિનેશ હુંબલ, અંકલેશ ગોહિલ, તુષાર રાવે હાજરી આપી હતી. કાર્યક્રમનું સુંદર એકરીંગ કૃષ્ણકાંતભાઈ ઉપાધ્યાયએ કર્યું હતું. જાથાની દેશવ્યાપી પ્રવૃત્તિઓ અને પર્દાફાશ, જનજાગૃતિનું પ્રદર્શન આગામી અધિવેશનમાં મુકવામાં આવશે તે નિહાળવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!