જેસીઆઈ ઇન્ડિયા ઝોન-૭નાં ઉપક્રમે જેતપુરમાં લોમ ઓફિસર ટ્રેનીંગ સેમિનાર યોજાયો

0

જેસીઆઈની લોટસ (લોમ ઓફિસર ટ્રેનીંગ સેમીનાર ) જેતપુર ખાતે તારીખ ૦૬ શ્ ૦૭ માર્ચ ૨૦૨૧ના રોજ ૨ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોમ ઓફિસર ટ્રેનીંગ સેમીનારમાં જેસીઆઈ ઝોન-૭ના લોમ પ્રમુખો અને તેમની ટીમ હાજર રહ્યા હતા. તેમાં જેસીઆઈ જૂનાગઢના IPP & ZC RETENTION વિરલ કડેચા, પ્રમુખ જયદીપ ધોળકિયા, સેક્રેટરી ચેતન સાવલિયા, ટ્રેઝરર ચિરાગ કડેચા, વાઈસ પ્રેસિડેન્ટ જયેશ કણસાગરાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વર્ષ ૨૦૨૧ દરમ્યાન જેસીસ કાર્ય પ્રણાલીના પાંચે એરિયામાં કેવી રીતે કામગીરી કરવી તેની વિગતવાર આયોજન સાથે પ્લાન ઓફ એક્શન સાથે તાલીમ મેળવી હતી. જેસીઆઈ ઝોન-૭ના ઝોન ડાયરેક્ટર મેનેજમેન્ટ નીપેશ સોનીની ચેરમેન શીપ હેઠળ ઝોન-૭ના પ્રમુખ સીએ બીરાજ કોટેચાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ ઇવેન્ટમાં પાયલોટ ફેકલ્ટી સેન હિતુલ કારીયા, કો પાયલોટJFM જગદીશ પ્રજાપતિ, કો પાયલોટ રાજીવ મકવાણા, સતત બે દિવસ તમામ ઝોન-૭ના લોમ પ્રમુખો અને તેમની ટીમને કાર્ય પ્રણાલીના પાંચ એરિયામાં કેવી રીતે કામગીરી કરવી તેની સંપૂર્ણ માહિતી આપી હતી. આ લોમ ઓફિસર ટ્રેનીંગ સેમીનારમાં જૂનાગઢ શહેરને અનેકવિધ કાર્યક્રમોના માધ્યમથી લાભ મળશે તેવો આશાવાદ જેસીઆઈ જૂનાગઢ પરિવાર તરફથી વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં જેસીઆઈ જૂનાગઢને ZD મેનેજમેન્ટ નીપેશ સોની તથા ZD G & D હુઝેફા હઝુરી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેવી જ રીતે ઇવેન્ટમાં બેસ્ટ પાર્ટીશિપેન્ટ તરીકે ચેતન સાવલિયાને સ્પે. રેક્ગનેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews