મહીસાગરના કાનેસર ગામના રાજદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના બાળક ધૈર્યરાજસિંહને એસેમએ ૧ની બિમારી હોય જેની સારવાર માટે અંદાજે ૧૬ કરોડનો ખર્ચ થતો હોય તેમના પરિવારની પરિસ્થિતિ સધ્ધર ન હોવાના કારણે સારવાર કરાવી શકતા ન હોય ત્રણ માસના બાળકને નવું જીવતદાન મળી રહે તેવા પ્રયાસોથી દેશભરમાંથી આર્થિક ભંડોળ એકત્ર કરવામાં આવી રહેલ હોય ત્યારે કેશોદ પ્રેસ કલબનાં તમામ હોદ્દેદારોએ ધૈર્યને આર્થિક મદદ કરવા રોડ ઉપર ઉભી વાહન ચાલકો રાહદારીઓ પાસે ફંડ આપવા અપિલ કરી હતી જેમાં સેવાભાવીઓએ અન્ય પત્રકાર મિત્રોએ પણ મદદ કરી હતી. કેશોદ પ્રેસ કલબ દ્વારા રૂા.૬૬૬૬૬ નું અનુદાન એકત્ર કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે, સૌરાષ્ટ્રમાં હજુ માનવતા જીવંત છે ત્યારે બિમાર ધૈર્ય માટે ફંડ એકત્ર કરવામાં શહેરીજનો વાહનચાલકો રાહદારીઓએ તન, મન, ધનથી સાથ સહકાર આપી માનવતા મહેકાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews