Sunday, October 17

દરીયાઈ જીવસૃષ્ટિ અને મત્સ્યોદ્યોગ વિષય ઉપર પ્રશિક્ષણ અર્થે વેરાવળની મુલાકાતે કાશ્મીરી વિદ્યાર્થીઓની ટીમ વૈજ્ઞાનીક પ્રોફેસરો સાથે આવી

0

૩૭૦ની કલમ હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં દરેક ક્ષેત્રનો વિકાસ કરવા માટે કેન્દ્રની મોદી સરકાર કટીબદ્ધ છે. ખાસ કરીને કાશ્મીરના યુવા વર્ગને આર્ત્મનિભર બનાવી વધુમાં વધુ રોજગારી મળી રહે તે માટે પણ સતત પ્રયત્નશીલ છે. જે મુજબ કેન્દ્ર સરકારના ઇન્ડીયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ વિભાગ અંતર્ગત ખાસ પ્રોજેક્ટ અનુસંધાને એજયુકેશનલ ટુર અંતર્ગત જમ્મુ કાશ્મીરના ૨૮ વિદ્યાર્થીઓ બે વૈજ્ઞાનીકોની સાથે સમુદ્ર તટની અને દરીયાઇ જીવ સૃષ્ટિ અંગે જાણકારી મેળવવા મત્યોઉદ્યોગ ઇન્ડાસ્ટ્રીઝના હબ એવા વેરાવળ (સોમનાથ) આવ્યા છે. અહીં વેરાવળ-સોમનાથ સહિત આસપાસના સમુદ્ર કિનારા ઉપરની જીવ સૃષ્ટિ અંગે માહિતગાર બની વિદ્યાર્થીઓ રોમાંચિત બન્યા હોવાની લાગણી વ્યકત કરી રહયા છે.
મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વેરાવળ ગુજરાત અને સમગ્ર દેશમાં હબ ગણાય છે. અહીં ગુજરાતના ૮૦ ટકા ફિશ પ્રોસેસિંગ અને એક્ષપોર્ટ પ્લાન્ટ કાર્યરત છે. તો સાથે સાથે અહીં દરીયા કિનારે જ ફિશરીઝ કોલેજ પણ કાર્યરત છે. કોલેજમાં દરીયાઈ માછલીઓ ઉપર સંશોધન સાથે મત્સ્ય પાલનના અનેકવિધ અભ્યાસક્રમો ચાલી રહ્યા હોય જેમાં મોટી સંખ્યાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. ત્યારે જમ્મુ કાશ્મીરની યુનીવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં બેચલર ઓફ ફિશરીઝ સાયન્સનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો સમૂહ બે વૈજ્ઞાનિકોની સાથે વેરાવળ-સોમનાથના સમુદ્ર કિનારે દરિયાઈ માછલીઓ તેમજ જીવ સૃષ્ટિ અંગે પ્રેકટીકલ પ્રશિક્ષણ મેળવવા માટે આવી પહોંચ્યા છે. અહી અઠવાડીયા સુધી રોકાણ કરી દરીયાઇ જીવ સૃષ્ટી અને સમુદ્ર તટની માહિતી જાણશે.
કાશ્મીરના વિદ્યાર્થીઓ નવું શીખી રોજગારી મેળવી શકે તે હેતુસર
કાશ્મીરના વિદ્યાર્થીઓની વેરાવળની મુલાકાત અંગે સાથે આવેલા કાશ્મીર યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. અસફાક ફારૂક અગાએ જણાવેલ કે, કાશ્મીરમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ કે ઉદ્યોગ નથી માત્ર ટુરીઝમ અને સરકારી નોકરી જ છે અને કાશ્મીરના તમામ યુવાઓને સરકારી નોકરી મળે તે શકય નથી. ત્યારે યુવા વર્ગ માટે કેન્દ્ર સરકારના આ પ્રકારના પ્રોજેક્ટ આર્ત્મનિભર બની રોજગારી મેળવવામાં ખુબ જ લાભદાયી નીવડી શકે છે. જેથી કેન્દ્ર સરકારના ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ વિભાગ અંતર્ગત ખાસ પ્રોજેક્ટ હેઠળ કાશ્મીરના વિદ્યાર્થીઓ એજયુકેશનલ ટુર હેઠળ વેરાવળ આવ્યા છે.
મત્સ્યોદ્યોગની તમામ પ્રવૃતિથી વાકેફ કરી ઉદ્યોગ સાહસિક બનાવવાની નેમથી
વધુમાં વૈજ્ઞાનિક ડો. અસફાક ફારૂક અગાએ જણાવેલ કે, આઇસીઆરના નહેપ પ્રોજેકટ અંતર્ગત કઇ રીતે તાલીમ આપી વિદ્યાર્થીઓને રોજગાર મેળવવા આર્ત્મનિભર બનાવી શકાય છે. તે માટે આ એજયુકેશનલ ટુરનું વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયેલ છે. કાશ્મીરમાં ફકત મીઠા (નદી) પાણીની માછલીઓ છે. જયારે વેરાવળમાં દરીયા કિનારે ખારા પાણીની માછલીઓ છે. સાથો સાથ મત્યોદ્યોગનું હબ વેરાવળ હોવાથી અહીં માછલી પકડવાથી લઇને તેની પ્રોસેસ કર્યા બાદ એક્ષપોર્ટ કરી બજારમાં કઇ રીતે વેંચાણ થઇ શકે ત્યાં સુધીની તમામ પ્રવૃતિઓ મોટાપાયે થતી હોવાથી તેનું નિરીક્ષણ કરી શકે તેમજ મત્સ્યોદ્યોગમાં અહીંયા અને કાશ્મીરમાં કેવી રીતે કામગીરી થાય છે તેની જાણકારી મેળવી નવું શીખી શકે તે માટે વિદ્યાર્થીઓને અહી લઇ આવવામાં આવેલ છે. વધુમાં મત્સ્યોદ્યોગમાં કેવી પ્રકારની રોજગારી મેળવવાની સાથે નોકરીઓની તકો છે તેની જાણકારી મેળવી શકે સાથો સાથે ખાલી કાશ્મીરમાં જ નહીં દેશના અન્ય ભાગોમાં ધમધમતા મત્યોદ્યોગમાંથી પણ નોકરી મેળવી શકાય છે. વેરાવળમાં જે ફીશીંગને લગતા નાના મોટા પ્રોસેસીંગ અને એક્ષપોર્ટ પ્લાન્ટો કાર્યરત છે તેવા પ્લાન્ટો કાશ્મીરમાં પણ કાર્યરત કરી સારા એવા ઉદ્યોગ સાહસિક બની શકાય તેવી જાણકારીઓ મેળવ્યા બાદ કાશ્મીરના વિદ્યાર્થીઓની અંદર આર્ત્મનિભર બની રોજગારી મેળવવાનો આત્મવિશ્વાસ વધુ મજબુત બનવવાના હેતુસર આ એજયુકેશનલ ટુર અંતર્ગત વિદ્યાર્થીઓને અહીં લઇ આવવામાં આવેલ છે.
અહીં દરીયાઇ જીવ સૃષ્ટિ અને તટ અંગે ઘણું નવું શીખવાનો રોમાંચિત અનુભવ મળ્યો ઃ વિદ્યાર્થીઓ
એજયુકેશનલ ટુરમાં આવેલા વિદ્યાર્થીઓના સમૂહમાં ૨૮ વિદ્યાર્થીઓ જમ્મુ કાશ્મીરના તેમજ કેરલા, ઔરિસ્સા, અરૂણાચલ પ્રદેશના ૫ સહિત કુલ ૩૩ વિદ્યાર્થીઓ વેરાવળ આવેલ છે. તે પૈકીના કાશ્મીરની તલફીદા વાની, ઔરીસ્સાના આશુતોષ બીસ્વાલ, અરૂણાચલની રેધ્યુમામા નામની વિદ્યાર્થીઓએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવેલ કે, અહીં વેરાવળ, સોમનાથ આસપાસના સમુદ્ર કિનારા ઉપર દરિયાઈ જીવ સૃષ્ટિ સાથે વેરાવળ બંદરનું અને જીઆઇડીસીમાં કાર્યરત ફિશ એક્સપોર્ટ યુનીટોની રૂબરૂ મુલાકાત લઇ ફિશીંગ અને ફીશ ફોર્ઝનની તમામ પ્રોસેસની માહિતી મેળવ્યા બાદ ઘણું નવું જાણવા અને શીખવા મળ્યુ છે. અમો જયાંથી આવીએ છે ત્યાં દરીયા કિનારો નથી પરંતુ અહીયા અમને ઘણું નવું શીખવાની તક મળી હોવાથી આવ્યા છે. ગુજરાતનો સૌથી લાંબો દરીયા કિનારો ઇકોનોમી માટે મહત્વ પૂર્ણ હોવાથી અહીના દરીયા કિનારે જીવસૃષ્ટિ સૌ અંગે રીસર્ચ કરવાનો જુદો જ અનુભવ મળયો છે. કેમ કે, અમો અત્યાાર સુધી કોલેજમાં બુકની માહિતી વાંચી જ બધુ ભણ્યા છીએ પરંતુ અહીયા આવી પ્રેકટીલ કામગીરી કરી ઘણું નવું શીખવા મળ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!