વેરાવળ તાલુકા પંચાયતમાં ભાજપના હોદેદારો બિનહરીફ ચુંટાયા

0

વેરાવળ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે નાયબ કલેકટરની ઉપસ્થિતીમાં પ્રથમ બેઠક મળી હતી. બેઠકમાં પ્રમુખ પદ માટે ભાજપના સરમણભાઇ સોલંકી તથા ઉપપ્રમુખ પદ માટે ભાજપના ઉષાબેન વાળાએ ઉમેદવારી નોંધાવેલ જયારે સામે પક્ષે કોઇએ ઉમેદવારી ન નોંધાવતા પ્રમુખ તથા ઉપપ્રમુખ બંન્ને બિનહરીફ ચુંટાયેલા જાહેર થયેલ હતા. જેથી બંન્ને નવનિયુકત હોદેદારોને સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જીલ્લા ભાજપ પ્રમુખ માનસીંહભાઇ પરમાર, વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકી, શહેર ભાજપના મહામંત્રી ભરતભાઇ ચોલેરા, નગરસેવક બાદલ હુંબલ સહીતના સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓએ હારતોરા કરી આવકારેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews