સોમનાથ મંદિર વિષે ભડકાઉ ઉચ્ચારણો કરનાર યુવક મદરેસાનો શિક્ષક હોવાનું સામે આવ્યું

0

સોમનાથ મંદિર વિષે બફાટ કરનાર વિધર્મી યુવકની હરીયાણાની પાનીપતથી ગીર સોમનાથ જીલ્લા પોલીસે ધરપકડ કર્યા બાદ ગઈકાલે વેરાવળ લઇ આવવામાં આવેલ છે. આજે શુક્રવારે આરોપી યુવકને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આરોપી યુવક ઇર્શાદ રસીદ પાણીપત ખાતે મદરેસામાં શિક્ષક તરીકે કામગીરી કરતો હોવાનું પોલીસને જાણવા મળેલ છે.
આ અંગે ડીવાયએસપી બાંભણીયાએ જણાવેલ કે, ત્રણ દિવસ પૂર્વે સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે અને મંદિર ઉપર મહમદ ગઝનવીએ કરેલ હુમલાના વખાણ કરતા ભડકાઉ ઉચ્ચારણ કરતો વિડીયો વાયરલ થયેલ હતો. જે અંગે સોમનાથ ટ્રસ્ટની ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી વિડીયો ઉતારનાર યુવક ઇર્શાદ રસીદને ટેકનીકલ સર્વેલન્સની માહિતીની મદદથી હરીયાણાના પાણીપતથી ઝડપી લેવાયા હતા. આરોપી ઇર્શાદને ગઈકાલે વેરાવળ લઇ આવવામાં આવેલ છે અહી તેનો કોરોના રીપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે શુક્રવારે આરોપી ઇર્શાદને ભડકાઉ વિડીયો બનાવવામાં તેની સાથે અન્ય કોઇ સામેલ છે કે કેમ ? આવા અન્ય વિડીયો ઉતાર્યા છે કે કેમ ? આવા વિશેષ મુદાઓને લઇ રીમાન્ડની માંગણી સાથે વેરાવળ કોર્ટમાં રજુ કરવામાં આવશે. વધુમાં ઇર્શાદ રસીદ મદરેસામાં શિક્ષક હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં જાણવા મળેલ છે. જેથી તે દિશામાં પણ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews