સોમનાથ મંદિર વિષે બફાટ કરનાર શખ્સ યુવક ઇર્શાદ રસીદને હરીયાણાની પાણીપતથી ગીર સોમનાથ જીલ્લા પોલીસે ધરપકડ કર્યા બાદ ગઈકાલે વેરાવળ ચીફ જયુ. મેજી બી. વી. સંચાણીયા સમક્ષ તપાસનીશ અધિકારી દ્વારા દિવસ પાંચની રીમાન્ડની માંગણી સાથે રજૂ કરેલ હતો. આ કેસમાં એ.પી.પી. નીગમભાઇ જેઠવાએ દલીલો કરતા જણાવેલ કે, ઇર્શાદ રસીદે જે મોબાઇલમાં વીડીયો રેર્કોડીંગ કરેલ છે તે મોબાઇલ મેળવવા તેમજ હરીયાણાથી આવીને વીડીયો ઉતારી પરત હરીયાણા જતો રહેલ તે દરમ્યાન તેની સાથે કોણ-કોણ હતું તેમજ આ વીડીયો કલીપીંગ મારફત દેશના દુશ્મન દેશને સમુદ્ર માર્ગે આવી શકાય તે પ્રકારનું માર્ગદર્શન આપતો હોય તથા રાષ્ટ્રીય સુરક્ષા જાેખમાય તેવા પ્રકારના આ રેર્કોડીંગમાં કોણ સાથે છે તેવી દલીલોને માન્ય રાખી જજ શ્રી સંચાણીયાએ આરોપી શખ્સ ઇર્શાદ રસીદને આગામી તા.ર૩-૩-ર૦ર૧ના બપોરે ૩ વાગ્યા સુધી (દિવસ ચાર)નાં રીમાન્ડ મંજૂર કરેલ હોવાનું જણાવેલ છે. ધ આ અંગે તપાસનીશ અધિકારી ડી.ડી. પરમાર એ જણાવેલ કે, ત્રણેક દિવસ પૂર્વે સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે અને મંદિર ઉપર મહમદ ગઝનવીએ કરેલ હુમલાના વખાણ કરતા ભડકાઉ ઉચ્ચારણ કરતો વિડીયો વાયરલ થયેલ આ બનાવનો આરોપી ઇર્શાદ રસીદને હરીયાણાના પાણીપતથી ઝડપી લેવાયા બાદ ગઈકાલે કોર્ટમાં રજૂ કરી દિવસ ચારના રીમાન્ડ મેળવેલ છે. જેમાં આરોપી ઇર્શાદને ભડકાઉ વિડીયો બનાવવામાં તેની સાથે અન્ય કોઇ સામેલ છે કે કેમ ? આવા અન્યે વિડીયો ઉતાર્યા છે કે કેમ ? આવા વિશેષ મુદાઓની પુછપરછ કરવામાં આવનાર છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews