જૂનાગઢ : પરિણીત પુત્રીને મરવા માટે મજબુર કરવા અંગે માતાએ બે સામે ફરીયાદ નોંધાવી

0

જૂનાગઢની પરિણિત યુવતિએ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યાનાં બનાવ અંગે મૃતકની માતાએ બે સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં મંગલધામ-૩માં રાધિકા એપાર્ટમેન્ટમાં રહેતા ફરીદાબેન શાહિદભાઈ હિંગોરા (ઉ.વ.૩પ) નામની મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધાનાં બનાવનાં અનુસંધાને જૂનાગઢમાં ધરાનગર કોમર્સ કોલેજનાં સામેનાં ભાગે રહેતા જેનુબેન હુસેનભાઈ શમા (ગામેતી) (ઉ.વ.પ૦)એ શાહિદભાઈ અજીતભાઈ હિંગોરા, ઝરીનાબેન અજીતભાઈ હિંગોરા રહે. બંને રાજકોટ જંગલેશ્વર વિસ્તારવાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામનાં આરોપી શાહિદભાઈ અજીતભાઈએ ફરીયાદીની દિકરી ફરીદાબેન સાથે લગ્ન કરી સાથે રહેલ અને ત્યારબાદ આરોપી રાજકોટ જતો રહેલ અને ફરીદાબેનને પોતાની સાથે લઈ ગયેલ નહી જેથી મૃતક ફરીદાબેને અવારનવાર પોતાને લઈ જવા જણાવેલ પરંતુ આરોપીએ તેને કહેલ કે મેં તો તારી સાથે મોજશોખ કરવા જ લગ્ન કરેલ હતા. આ તકે મૃતક ફરીદાબેન તથા તેમની માતાએ આરોપીને સમજાવેલ પરંતુ આરોપીઓએ જણાવેલ કે, અમો તેને રાખવાના નથી અને ફરીદાબેનને મરવું હોય તો ભલે મરી જાય તેવી ધમકી આપી હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવેલ છે અને આરોપીઓએ મૃતક ફરીદા બેનને પોતાની સાથે નહી રાખી મરવા માટે મજબુર કરતા ફરીદાબેને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો હોવાની મૃતકની માતાએ ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ-૩૦૬, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ સી ડીવીઝનનાં પીએસઆઈ કે.એસ. ડાંગર ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews