સ્વાતંત્ર સેનાની સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચાની સ્મૃતિમાં આગાખાન હોસ્ટેલથી મનોરંજન સર્કિટહાઉસ સુધીના માર્ગનું નામકરણ

0

જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ ગઈકાલે મળ્યું હતું. જેમાં જૂનાગઢ જીલ્લાનાં બિલખા ગામનાં વતની અને આઝાદીની અનેક ચળવળોમાં મહત્વનું યોગદાન આપનાર સ્વ. શ્રી દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચા તથા તેમનાં ર્ધમપત્ની સ્વ. વિજયાલક્ષ્મીબેન દુર્લભજીભાઈ નાગ્રેચાની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢમાં આગાખાન હોસ્ટેલથી મનોરંજન ગેસ્ટહાઉસ સુધીનાં માર્ગને સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચા નામ આપવામાં આવેલ છે. જે અંગેનો ઠરાવ ગઈકાલે મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં મેયર ધીરૂભાઈ ગોહેલનાં અધ્યક્ષ સ્થાને પસાર કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે જૂનાગઢનાં સામાજીક અને સેવકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રઘુવંશી સમાજનાં વરિષ્ઠ આગેવાન જયેન્દ્રભાઈ જાેબનપુત્રાએ મનપાનાં શાસક પક્ષ તેમજ વિરોધ પક્ષ સહિત તમામનો હ્ય્દય પૂર્વક આભાર માનેલ છે અને સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા કે જેઓએ જૂનાગઢ આરઝી હકુમતમાં પણ મહત્વનું યોગદાન આપેલ છે અને તેમની આઝાદી પહેલા અને આઝાદી બાદ પણ અનોખી સેવા તમામ વર્ગનાં લોકો તેમજ ખાસ કરીને પછાત વર્ગનાં અને કચડાયેલા વર્ગ માટે જે સેવા કરી છે તે આજે પણ લોકોનાં હ્ય્દયમાં જળવાયેલી છે. સ્વ. વિજયાલક્ષ્મીબેન દુર્લભજીભાઈ નાગ્રેચા તથા સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચાનાં ગોૈરવવંતા લોકસેવાનાં કાર્યોને નજર સમક્ષ રાખી અને જૂનાગઢનાં મેયરથી લઈ ધારાસભ્ય, સંસદ સભ્ય અને મુખ્યમંત્રીશ્રી સુધી અસરકારક રજૂઆત કરી અને આ દંપતીની સ્મૃતિમાં કોઈ એક માર્ગને તેમનું નામ આપવાની રજૂઆત સફળ થઈ છે અને ગઈકાલે મનપાનાં જનરલ બોર્ડમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે. ત્યારે આ તકે જયેન્દ્રભાઈ જાેબનપુત્રાએ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ શાસક પક્ષની ટીમ, પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા અને મનપાનાં તમામ કોર્પોરેટર તેમજ ધારાસભ્ય ભીખાભાઈ જાેષી કે જેઓએ મુખ્યમંત્રીશ્રી સુધી રજુઆત કરી હતી તેઓનો પણ હ્ય્દયપૂર્વક આભાર માનેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!