જૂનાગઢ : વોર્ડ નંબર ૧૧નાં રહેવાસીઓ માટે આઝાદચોક રેડક્રોસ ખાતે વેકસીનેશન સેન્ટરનો આરંભ

0

જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નં. ૧૧નાં રહીશોને કોવિડ-૧૯ રસીકરણ માટે સિંધી સોસાયટીનાં હેલ્થ સેન્ટરની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ વોર્ડથી આ સેન્ટર ખુબ જ દૂર થતું હોવાથી આ અંગે વોર્ડ પ્રમુખ મીલન ભટ્ટ, કોર્પોરેટર મહેન્દ્રભાઈ મશરૂ, શશીકાંત ભીમાણી, પલ્લવીબેન ઠાકર, ભાવનાબેન હિરપરા દ્વારા જૂનાગઢ મનપા કમિશ્નર તુષાર સુમેરા અને આરોગ્ય વિભાગને રજૂઆત કરતા આ વોર્ડના રહીશોને હેરાનગતી ન થાય તે હેતુથી આઝાદચોક પાસે આવેલ રેડક્રોસ સોસાયટી ખાતે કોવિડ-૧૯ નાં રસીકરણની કામગીરી દરરોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી હાથ ધરી રસી આપવામાં આવશે. આ સુવિધા મળતાં વોર્ડ નં. ૧૧નાં રહેવાસીઓમાં ખુશીની લાગણી ફરી વળી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews