તુવેર દાળનાં ભાવ મુદ્દે ભાજપ-કોંગ્રેસનાં સભ્યો વચ્ચે આક્ષેપબાજી

0

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન પ્રથમ પ્રશ્નની ચર્ચામાં જ તુવેર દાળનાં મુદ્દે ગૃહમાં હોબાળો મચી જવા પામ્યો હતો. તુવેર દાળનાં ભાવનાં મુદ્દે ભાજપ-કોંગ્રેસનાં સભ્યો સામ-સામે આવી ગયા હતા અને એકબીજા ઉપર આક્ષેપોનો મારો ચલાવી ભારે સૂત્રોચ્ચારો સાથે ગૃહ ગજવ્યું હતું. વિપક્ષ કોંગ્રેસે ભાજપ સરકાર ગરીબોનાં અનાજમાં પણ નફાખોરીનો ધંધો કરવાના અને ભ્રષ્ટાચારનાં આક્ષેપો કર્યા હતા, તો મુખ્યમંત્રી રૂપાણીએ દરમ્યાનગીરી કરીને ચેલેન્જ આપી હતી કે, રૂા.૩૯ અને ૬૧ની વાત કરો છો તો બજારમાં આટલા ભાવે તુવેર દાળ મળતી હોય તો બતાવે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews