ભેસાણનાં પાટલા ગામ પાસે દારૂડીયા શખ્સોએ પોલીસ વાન સાથે કાર ભટકાવી દીધી

0

ભેસાણ નજીક પાટલા ગામ પાસે ગતરાતે દારૂ પીેધેલી હાલતમાં ત્રણ શખ્સોએ પોલીસ વાન સાથે અકસ્માત સજર્યો હતો, પોલીસે તપાસ કરતા ત્રણેય શખ્સો પીધેલી હાલતમાં અને કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા ગુનો નોંધવામાં આવ્યો છે. ભેસાણ પોલીસ મથકનાં કોન્સ્ટેબલ અરવિંદભાઈ ગોંવિદભાઈ બાંભણીયા સહિતનો સ્ટાફ ગતરાતે નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે વાયરલેસ ઉપર વર્ધી મળતા તેઓ પોલીસની બોલેરો લઈને પાટલા ગામ તરફ જતા હતા ત્યારે ગામ પાસે પાણીનાં ટાંકા નજીક સામેથી અચાનક આવેલી એક નેનો કારનાં ચાલકે પોલીસ વાન સાથે અકસ્માત સર્જતા પોલીસવાન રોડ સાઈડ નીચે ઉતારી ગયેલ હતી. પોલીસે નીચે ઉતરીને અકસ્માત સર્જનાર કારની તલાશી લેતા તેમાંથી ભાવનગરનાં જેસર ગામનાં એભલ રૂખડ ગોહિલ, અઠા બારિયા અને અજીત ગભા ગોહિલ નામનાં શખ્સો દારૂ પીધેલી હાલતમાં હતા અને કારની પાછળની સીટમાંથી ર૦ લીટર દેશી દારૂ મળી આવતા ત્રણેયને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી, આ અકસ્માતથી પોલીસની પીસીઆર વાનને હેડલાઈટ, બમ્પર, ટાયરને ૪૦ હજારનું નુકશાન થયાની ફરિયાદ નોંધવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews