કેશોદ પાસે કારે બાઈકને હડફેટે લેતા પત્નીનું મોત, પતિને ઈજા

0

માંગરોળનું એક દંપતી આજે સવારે બાઈક ઉપર જૂનાગઢ સગાનાં ઘરે આવતા હતા ત્યારે કેશોદ નજીક કાર હડફેટે અકસ્માત થતા પત્નીનું ભંગીર ઈજા થવાથી મોત થયું હતું. તો પતિને ઈજા થતા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે. માંગરોળમાં રહેતા શબીરશા દાદશા શાહમદાર અને તેની પત્ની ફાતમા સવારે ૧૧ઃ૪પ કલાકે બાઈક ઉપર જૂનાગઢ રહેતા સગાનાં ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં કેશોદનાં માણેકવાડા નજીક આગળ જતી એક અજાણી કારનાં ચાલકે અચાનક દરવાજાે ખોલતા આ દંપતી બાઈક સાથે રોડ ઉપર પડી ગયેલ હતું તેમને સારવાર માટે ૧૦૮માં હોસ્પિટલ લઈ જવતા ત્યાં ફરજ ઉપરનાં તબીબે ફાતમાબેનને ગંભીર ઈજા થવાથી મૃત્યું થયાનું જાહેર કર્યું હતું. જયાર શબીરશાને શરીરે ઈજાઓ થતા તેમણે આ અકસ્માત અંગે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews