ગ્રીન ઝોન જૂનાગઢમાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણની મંજુરી આપવા વાલી મંડળની રજુઆત

0

ગુજરાત સરકાર દ્વારા કોરોનાના વધતા જતા કેસને લઈને આઠ મહાનગરોમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કરી ઓનલાઇન શિક્ષણ કાર્ય અંગે કરાયેલા આદેશને પગલે જૂનાગઢ જિલ્લા વાલી  મંડળ દ્વારા જૂનાગઢ શહેરમાં કોરોનાના અંશતઃ લેશમાત્ર કેસ હોય તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં શાળાઓમાં એક પણ શિક્ષકકે વિદ્યાર્થીઓને કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો નથી. જેને પગલે વિદ્યાર્થીઓના શાળાઓમાં ભણતર દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઇ શાળાઓમાં જ ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવા તેમજ શિક્ષણકાર્ય સ્કૂલમાં બંધ રાખવા અંગેના ર્નિણય લેવા અંગેના આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. જૂનાગઢ જિલ્લા વાલી મંડળના પ્રમુખ શૈલેષભાઈ પારેખ, મહામંત્રી અજયભાઈ જાેબનપુત્રા તથા નવનીતભાઈ શાહ સહિતનાઓએ મુખ્યમંત્રીને સંબોધિત જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયને પાઠવેલા આવેદનપત્રમાં જ્યાં કોરોનાના કેસ છે ત્યાં ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અંગેનો ર્નિણય ઉચિત છે પરંતુ જે શહેરોમાં કોરોનાના કેસનો આંકડો સામાન્ય હોય તેમજ ગ્રીન ઝોનમાં સમાવેશ થતો હોય તેવા શહેરને આ ર્નિણયમાંથી બાકાત રાખી શાળાઓમાં જ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને લઇ યોગ્ય ર્નિણય લેવા માંગ કરી હતી. તેમજ બોર્ડના અભ્યાસ કરતા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ અગત્યના વર્ષમાં સતત ઓનલાઇન અભ્યાસથી કંટાળ્યા છે. તો બીજી તરફ ઓફલાઈન અભ્યાસ ને પગલે વિદ્યાર્થીઓને સારી ટકાવારી મેળવવામાં પણ ઉપયોગી થશે. તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ફક્ત અને ફક્ત મહાનગરોમાં જ શૈક્ષણિક કાર્ય સ્કૂલોમાં બંધ રાખવાનો ર્નિણય કરાયો ત્યારે ગામડાઓમાં શિક્ષણકાર્ય શરૂ હોય તો સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને લઈને જૂનાગઢ મહાનગરની શાળાઓને ઓફલાઈન શિક્ષણ અંગેની મંજૂરી આપવા માંગ કરતું આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!