દ્વારકામાં ફુલડોલ ઉત્સવને લઈ પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

0

કોરોના સંક્રમણના વધી રહેલા વ્યાપની ગંભીરતાને લઈને જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ હોળ-ધૂળેટીના તહેવારોના ત્રણ દિવસ માટે દ્વારકાધીશ મંદિર બંધ રાખવાનો યોગ્ય્‌ ર્નિણય જાહેર કર્યો છે. આમ છતાં જિલ્લા પોલીસ વડા સુનિલ જાેષી, મંદિર ઈન્ચાર્જ ડીવાયએસપી સમીર સારડાએ દ્વારકાધીશ મંદિર, ગોમતી ઘાટ, સુદામા સેતુ, શહેરના મુખ્ય સ્થળોની જાતમુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. દ્વારકાના પીઆઈ પી.બી. ગઢવી, ન.પા. ચીફ ઓફિસર ચેતન ડુંડિયા, સેનેટરી ઈન્સ્પે. સંજય દત્તાણી સાથે દ્વારકા પોલીસ મથકમાં બેઠક યોજવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિર બંધ રહેવાનું હોવા છતાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ પગપાળા દ્વારકા આવી રહ્યા છે અને તેમાંથી મોટાભાગના પદયાત્રીઓ જામનગર જિલ્લાની હદમાં પ્રવેશી ગયા છે. આ સંજાેગોમાં હોળી-ધૂળેટીના તહેવારોના દિવસોમાં મોટી સંખ્યામાં યાત્રિકો, ભાવિકો આવવાની શક્યતા હોવાથી અગાઉથી જ સાવચેતી સાથે બંદોબસ્ત જાળવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ગોમતીઘાટ, દ્વારકાધીશ મંદિર પરિસર તથા શહેરના મુખ્ય વિસ્તારોમાં બેરીકેટ ગોઠવી પોલીસની વધુ ટૂકડીનો બંદોબસ્ત તૈનાત કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!