જૂનાગઢ ખાતે હોલી-રસીયાનો કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ ખાતે તાજેતરમાં નયના મેડમની ૧૧મી માસીક પુન્ય તિથિ નિમિત્તે નારીશક્તિ અને નયના મેડમ રઘુવંશી લેડીઝ ક્લબના સંયુક્ત ઉપક્રમે બચુભાઈ રાજા નગરશેઠની હવેલીમાં હોલી રસીયા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તમામ વિવિધ સંસ્થાના અગ્રણી બહેનોની ઉપસ્થિતએ બધાનું ધ્યાન દોરેલ જે કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યતિ અદભુત અવરણીય સક્સેસફુલ રહ્યો હતો. તમામ બહેનો પોતાની જાતને ભૂલી અને ભક્તિના રંગે રંગે રંગાઈ ગયા હતા. વાતાવરણ ગોકુળિયું બની ગયું હતું. મહેન્દ્રભાઈ મશરૂ, યોગેશભાઈ રાજા તથા સર્વોદય બેન્કના અગ્રણી કાર્યકરો દ્વારા ખુબ સુંદર વ્યવસ્થા અને કોઈ બહેનોને અગવડ ના પડે એ રીતે આયોજન કરવામાં આવેલ. સંસ્થાના ચેરમેન સાધનાબેન ર્નિમળ દ્વારા સૌનો શાબ્દિક સત્કાર કરવામાં આવેલ જ્યારે પ્રસાદની વ્યવસ્થા જયેન્દ્રભાઈ જાેબનપુત્રા તથા તેજસ જાેબનપુત્રા તરફથી કરવામાં આવેલ તેમજ સર્વોદય બ્લડ બેન્કના અગ્રણી સમીરભાઈ દિવાન તરફથી ગરમ પેટીશનો નાસ્તો કરાવવામાં આવેલ. અંતમાં સહુ સાથે અલ્પાહાર લઈ રાસની રમઝટ બોલાવી અને એક ભક્તિ સભર એનર્જી લઈ અને બધાએ સંપૂર્ણ આનંદની અનુભૂતિ સાથે જય શ્રીકૃષ્ણ જય જલારામના નાદ સાથે કાર્યક્રમ પુર્ણ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews