સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચાનું ઋણ ઉતારવાનો અવસર મળ્યો છે : મેયર ધીરૂભાઈ ગોહેલ

0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક મહત્વની બેઠક ગઈકાલે મળી હતી. આ બેઠકમાં વિવિધ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવેલ હતા જેમાં સ્વાતંત્ર્ય સેનાની અને જૂનાગઢ આરઝી હકુમતનાં લડવૈયા સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચાની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તે માટે આગાખાન હોસ્ટેલથી મનોરંજન સર્કિટહાઉસ સુધીના માર્ગને તેઓશ્રીનું નામકરણ કરવામાં આવેલ છે અને જે અંગેનો ઠરાવ પણ પસાર થયેલ છે. આ તકે મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે બિલખા ગામના મૂળ વતની અને દેશભક્ત દંપત્તિ સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચા અને તેમના ધર્મપત્ની સ્વ. વિજયાલક્ષ્મીબેન દુર્લભજીભાઈ નાગ્રેચા દ્વારા આઝાદીની સ્વાતંત્ર્યની ચળવળોમાં યોગદાન તેમજ જૂનાગઢ આરઝી હકુમતમાં પણ ખુબજ આગળ પડતો ભાગ લઈ અને મહત્વનું યોગદાન આપનારા સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચાની સેવાને બિરદાવી હતી. આ તકે મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, જૂનાગઢ આરઝી હકુમતમાં ખુબજ મોટો સિંહફાળો આપનારા દુર્લભજીભાઈ નાગ્રેચાએ ર૪ ઓકટોબર ૧૯૪૭ના વિજયાદશમીના દિવસે સૌપ્રથમ અમરાપુર ગામનો કબજાે સંભાળી અને વિજયતિલક કર્યું હતું.
આરઝી હકુમતના વડાપ્રધાન શામળદાસ ગાંધી અને સરસેનાધિપતિ રતુભાઈ અદાણી અને સાથી સૈનિકોની ટુકડીએ મહત્વની કામગીરી બજાવી હતી. આઝાદી પહેલા અને આઝાદી બાદ પણ જે સેવા અને યોગદાન આ દેશભક્ત દંપત્તિએ આપેલ છે તેનું ઋણ ઉતારવાનો આજે અમુલ્ય અવસર મળ્યો છે ત્યારે શાસક પક્ષની ટીમ, વિપક્ષ અને સૌ કોઈએ સર્વાનુમતે આ ઠરાવને મંજુર કરવામાં આવેલ છે તેમ જણાવી ધીરૂભાઈ ગોહેલે આગાખાન હોસ્ટેલથી મનોરંજન સર્કિટહાઉસ સુધીના માર્ગને સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચા માર્ગનું નામકરણની જાહેરાત કરતાં તેમને વધાવી લેવામાં આવી હતી. દરમ્યાન સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચાની સ્મૃતિમાં માર્ગનાં નામકરણનો મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે ત્યારે આ તકે મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ શાસક પક્ષનાં તમામ પદાધિકારીઓ, વિપક્ષના પદાધિકારીઓ તેમજ આ કામગીરીમાં જે કોઈ સહભાગી થયા હોય અને લાગણી વ્યકત કરી હોય તે તમામનો બિલખાનાં નાગ્રેચા પરિવાર તેમજ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર દ્વારા તો સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચાની દેશસેવાનાં અગ્રલેખો અવારનવાર પ્રસિધ્ધ કરી અને લાગણી વ્યકત કરી છે. દર વર્ષે આરઝી હકુમતનો ૯ નવેમ્બરે ઈતિહાસ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકે જીવંત રાખેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!