નિવૃત્ત પોલીસ ઓફિસર જે.એસ. ખેરનું દુઃખદ અવસાન

0

નિવૃત્ત પોલીસ ઓફીસર જે.એસ. ખેરનું કોરોનાની બિમારીનાં કારણે દુઃખદ અવસાન થતા પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ તકે નિવૃત્ત એસીપી ટી.આર. પરમાર અને પોલીસ કર્મચારીઓએ જે.એસ. ખેરનાં દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યકત કરી પરમકૃપાળુ પરમાત્મા તેમનાં આત્માને શાંતી આપે અને પરિવારજનો ઉપર આવી પડેલ આફત સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના કરી હતી. જે.એસ. ખેરે જૂનાગઢ ટ્રાફીક ઈન્સ્પેકટર તરીકે વર્ષો અગાઉ સુંદર કામગીરી કરી છે. તેઓએ સુરત, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, રાજકોટ ખાતે પણ સારી કામગીરી બજાવી હતી. હાલ તેઓ વડોદરા ખાતે નિવૃત્તિ પછીનું જીવન ગાળી રહયા હતાં. ટી.આર. પરમારે જૂનાગઢ તાલુકા પીએસઆઈ તરીકે કામગીરી કરી છે. અને આસી. પોલીસ કમિશ્નર વડોદરા ખાતે પણ કામગીરી બજાવી છે. તેઓના જીગરજાન મિત્ર જે.એસ. ખેરનું દુઃખદ અવસાન થતાં શોકની લાગણી વ્યકત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews