વેરાવળ પીપલ્સ બેંકના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઇ

0

સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રની અગ્રણી ગણાતી વેરાવળ પીપલ્સ કો.ઓપ. બેંકની બોર્ડ ઓફ ડીરેકટરર્સની બેઠક મળી હતી. જેમાં સુધારેલા ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ની જાેગવાઇ મુજબ પદાધિકારીઓની પદ  ધારણ કરવાની મહતમ સમય મર્યાદાને ધ્યાને લઇ બેઠકમાં બેંકના નવા હોદેદારોની નિમણૂંક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બેંકના નવા ચેરમન તરીકે અશોકભાઇ ગદા, એમ.ડી. તરીકે વિક્રમભાઇ તન્ના, જાેઈન્ટ એમ.ડી. તરીકે સુનીલભાઇ સુબાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. આ વરણી અંગે બેંકના સીઇઓ રજનીકાંત ચંદારાણાએ જણાવેલ કે, પદ ધારણ કરવા અંગેની મહતમ સમય મર્યાદા બાબત લાગુ સહકારી કાયદાના પ્રાવધાનની છણાવટ કરી પદાધિકારીઓના ફેરફારની દરખાસ્ત બેંકના પૂર્વ ચેરમેન તથા હાલના બેંકના પ્રોફેશનલ ડીરેકટર તથા ચેરમેન કિશોરભાઇ કોટક દ્વારા કરેલ હતી. જેને તમામ ડીરેકટર્સએ આવકારી સર્વાનુમતે સંમતિથી સ્વીેકારેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!