જૂનાગઢમાં લેવાયેલી જીપીએસસીની પરીક્ષામાં ૬૪ ટકા ઉમેદવારોની ગેરહાજરી જાેવા મળી હતી. જાેકે, બન્ને સેશનમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઇ હતી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાત વહિવટી સેવા વર્ગ ૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ ૧ અને ૨ તેમજ ગુજરાત નગરપાલિકા અધિકારી વર્ગ ૨ ની પ્રાથમિક કસોટી રવિવારના યોજાઇ હતી. દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં કુલ ૪૩ કેન્દ્રો ઉપર ૪૩૯ બ્લોકમાં પરીક્ષા લેવાઇ હતી. બે સેશનમાં લેવાયેલી આ પરીક્ષામાં સવારના ૧૦થી ૧ના સેશનમાં ૩,૮૦૭ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૬,૭૮૨ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જ્યારે બપોરના ૩ થી ૬ના બીજા સેશનમાં ૩,૭૦૨ ઉમેદવારો હાજર અને ૬,૮૧૫ ગેરહાજર રહ્યા હતા. આમ, ગેરહાજર ઉમેદવારોની ટકાવારી ૬૪ ટકા જેવી રહેવા પામી હતી.
દરમ્યાન જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, નાયબ કલેકટર રેખાબા સરવૈયાના માર્ગદર્શનમાં યોજાયેલ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી.
અત્રે નોંધનીય છે કે ઘણા વિદ્યાર્થીઓએ તૈયારી ન કરી હોવાથી પણ પરીક્ષામાં હાજર રહયા ન હોવાનું જાણવા મળેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews