જૂનાગઢનાં વફી ડાયમંડ કચ્છીની ધમાકેદાર બેટીંગ ભાવનગરની ટીમ સામે જૂનાગઢની ટીમનો પરજય થયો

0

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા રમાતી અન્ડર-૧૬ ડીસ્ટ્રીકટ ટુર્નામેન્ટનો મેચ ગઈકાલ તા. ર૧-૩-ર૧ના રોજ ભરૂચા કલબ ભાવનગર ખાતે રમાયેલ હતો. જેમાં ભાવનગર સીટીએ ટોસ જીતીને પ્રથમ દાવમં ર૩૧ રન ૯ વિકેટે બનાવેલ. જેમાં દર્શક પરમાર-૩૪, યશપાલ ગોહીલ-પ૪, ઓમ માનીયા-૩૧ રન બનાવેલ હતાં. જયારે જૂનાગઢ ટીમનાં હરદેવ બાબરીયાએ ૪ વિકેટ અને મારવીન જાવીએ બે વિકેટ લીધેલ હતી. બાદમાં જૂનાગઢની ટીમ ૧૬૬ રનમાં ઓલઆઉટ થઈ ગયેલ હતી. જૂનાગઢ તરફથી વફી ડાયમંડ કચ્છીએ ૭૮ રન, કબીર પટેલે ૧૭ રન બનાવેલ. ભાવનગર તરફથી પૂર્વ ત્રિવેદીએ ૪ વિકેટ, ક્રિસ ડોન્ડાએ બે વિકેટ લીધેલ હતી. જૂનાગઢ ટીમમાં પાર્થ કોટેચા તથા કોચ ગૌતમ બાબરીયાએ માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews