જૂનાગઢ ખાતે ઈનફર્ટીલીટીનો નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

0

લાયન્સ કલબ જૂનાગઢ ગિરનારનાં એડમીનીસ્ટ્રેટર જયકિશન એમ. દેવાણીની યાદીમાં જણાવેલ છે કે જૂનાગાઢ ખાતે ડો. ખ્યાતીબેન અને ભાવેશભાઈ ટાંકની શુભમ મેટરનીટી હોસ્પીટલ ખાતે તા. ર૬-૩-ર૧ને શુક્રવારનાં રોજ સવારે ૯ થી ૧ર ઈનફર્ટીલીટી અને આઈવીએફ ટેસ્ટ ટયુબ બેબી સંબંધે એક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નિદાન બાદ યોગ્ય સલાહ અને સારવારની સુવિધા શુભમ હોસ્પીટલ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢનાં ડોકટર્સની ટીમ દ્વારા આપવામાં આવશે. કેમ્પમાં આર્થિક સહાય લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર દ્વારા પુરી પાડવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે મો.નં. ૭૭૭૮૮ ર૯૭૭૭ ઉપર નામ નોંધાવવા યાદીના અંતે જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews