હાલમાં કોરોના મહામારીએ ફરી માથું ઉંચકયું છે. ઠેર ઠેર કોરોનાની કેસની સંખ્યામાં ભારે ઉછાળો આવી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટેનાં જરૂરી માર્ગદર્શન આપવા, જીલ્લામાં મુલાકાત લેવા, કોવિડ વેકિસનની કામગીરીની સમિક્ષા કરવા સહિતની કામગીરી માટે રાજય સરકારે કુલ રર આઈએએસ અધિકારીઓની નિમણુંક કરી છે. આ અધિકારીઓ સમગ્ર રાજયનાં વિવિધ જીલ્લામાં કામગીરી કરશે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા માટે મનિષ ભારદ્વાજની નિમણુંક કરાઈ છે. આ અધિકારી સ્થાનિક જીલ્લા વહિવટી તંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાઓ, કામગીરીનું સુપરવિઝન કરશે. બાદમાં અસરકારક અમલીકરણ માટેનાં જરૂરી માર્ગદર્શન પણ અપાશે. તેમજ નોવેલ કોરોના વાયરસ સંદર્ભમાં સંબંધિત જીલ્લાની મુલાકાત લેશે. કોવિડ વેકિસનેશનની કામગીરીની સમિક્ષા કરશે. આ ઉપરાંત અન્ય આનુષંગિક કામગીરી તાત્કાલિક અસરથી અગ્રતાનાં ધોરણે કરવા સૂચના પણ અપાશે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં કોવિડની કામગીરીને લઈ મનિષ ભારદ્વાજની ફરી નિમણુંક કરાઈ છે. અગાઉ પણ કોરોના કાળમાં તેમની જૂનાગઢ ખાતે નિમણુંક કરાઈ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews