ગુજરાતનાં પ્રાથમિક શિક્ષકોના ૪૨૦૦ના ગ્રેડ-પેની માંગણી સરકારે સ્વીકારી

0

રાજ્યભરના પ્રાથમિક શાળાના શિક્ષકોની લાંબી લડત બાદ ૪૨૦૦ ગ્રેડ-પે અંગેની રાજ્ય સરકારે માંગણી સ્વીકારતા તેનો સુખદ અંત આવ્યો હતો. જેમાં હવે રાજ્ય સરકાર દ્વારા ૪૨૦૦ ગ્રેડ-પે અંગે પરિપત્ર બહાર પાડતા રાજ્યના હજારો શિક્ષકોને તેનો ફાયદો થનાર હોઈ તેઓમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે. પ્રાથમિક શિક્ષકોની ગ્રેડ-પેની લડાઈનો સુખદ અંત આવ્યો છે. ગ્રેડ-પેને લઇને શિક્ષકોની લડત રંગ લાવી છે અને શિક્ષકોને ૪૨૦૦નો ગ્રેડ પે મંજૂર કરાયો છે. સરકારે ૪૨૦૦ ગ્રેડ પે માટે પરિપત્ર કર્યો છે. વર્ષ ૨૦૧૦ પછી ભરતી થયેલા શિક્ષકોને ફાયદો થશે. શિક્ષકોએ ૪૨૦૦ ગ્રેડ પે માટે લાંબી લડત ચલાવી હતી. ગાંધીનગર ખાતે પણ શિક્ષકોએ આંદોલન કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews