વેરાવળમાં ર૦મી સમુહશાદી યોજાઈ

0

વેરાવળ ગુલઝાર યંગ કમિટી દ્વારા દર વર્ષે સમૂહ શાદીનું આયોજન કરવામાં આવે છે તે મુજબ ચાલુ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ ર૦મી સમૂહ શાદીનું આયોજન કરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ૬૧ દુલ્હા દુલ્હનના નિકાહ પઢાવવામાં આવ્યા હતાં. આ સમૂહ શાદીમાં દીકરીઓને કમિટી દ્વારા આપવામાં આવતું કુરાન શરીફ, સોફાપલંગ, કબાટ, સોફા સહિત ઘર વપરાશની ચીજ વસ્તુઓ ગીર સોમનાથ જિલ્લાના સ્થાપક પ્રમુખ હાજી ફારૂકભાઇ મૌલાના, પાલીકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, ઉપપ્રમુખ કપીલ મહેતા, હાજી ઈસ્માઈલ શેઠ અલ્લાના, હાજી રિયાઝ, મુસ્લીમ સમાજના પ્રમુખ અનવરભાઈ ચૌહાણ સહિતના આગેવાનોના હસ્તે આપવામાં આવેલ હતી. ગુલઝાર યંગ કમિટીના અલ્તાફભાઈ પંજા, હાજી અસલમ કુતબ સહિતના કમિટીના સભ્યોએ હાજર રહી સમૂહ લગ્નને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews