ગીરનાં રહીશો ઉપર છેલ્લાં ચાર વર્ષથી તલવારની જેમ લટકતો ઇકોઝોનના કાયદાને ફાઈનલ કરવા તાલાલાનાં ધારાસભ્ય ભગા બારડની વિધાનસભામાં રજૂઆત

0

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલું હોય તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ઇકો સેન્સેટીવ ઝોનનાં કાયદાનું ડ્રાફ્ટ નોટીફીકેશન ૨૫ ઓક્ટમ્બર ૨૦૧૬નાં વર્ષમાં જાહેર થયેલ હોય તેમને ચાર વર્ષ જેટલો સમય વિતી જવા છતાં કેન્દ્ર સરકારનાં વન પર્યાવરણ અને હવામાન ફેરફાર મંત્રાલય દ્વારા આજ દિવસ સુધી કાચાં કાયદાને ફાઈનલ પ્રસિધ્ધ કરવામાં આવેલ નથી. તેથી ધારાસભ્ય ભગા બારડે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન કરતા જણાવેલ કે, સમગ્ર ગીર પંથક વિસ્તારનાં લોકોએ ખુબ મોટી મુશ્કેલી ઉભી થયેલ છે, તેથી ધારાસભ્યએ સરકારને અપીલ કરી છે. સરકારે આ બાબતે પ્રાયોરીટી આપીને કાચા ડ્રાફ્ટની રૂપરેખા નક્કી કરી ચોક્કસ અંતરે સર્વે હાથ ધરી ફાઈનલ ગીર ઇકો સેન્સેટીવ ઝોન પ્રસિધ્ધ કરી દેવો જાેઈએ એટલે મારા વિસ્તારનાં મતદારો મારી પાસે ગીર ઇકો સેન્સેટીવ બાબતે પ્રશ્ન લઈને આવે ત્યારે અમે તેમને કાયદાની મર્યાદાઓ દિશા નિર્દેશોની માહિતી આપી શકીએ. વધુમાં ભગા બારડે જણાવેલું કે, અત્યારે મારા ગીર વિસ્તારનાં લોકો જી.ઈ.બી પાવર લેવો હોય, વીજળીની લાઈન નાખવી હોય તો પણ મંજુરી માટે લાંબી પ્રતીક્ષા કરવી પડે છે. ગીર પંથકના રહીશોએ રોડ રસ્તા રીપેર કરવા હોય કે ખેડૂતોએ પોતાના ખેતરે જવાનો રસ્તો રીપેર કરવો હોય તો પણ પરમીશન માટે રાહ જાેવી પડે છે. પિયત માટે માત્ર ૧૦૦ મીટર લાઈન માટે પણ મંજુરી માટે વન વિભાગની પરમીશન મેળવી પડે છે તેમજ ખેડૂતોએ પોતાના માલિકીના ખેતરમાં કોમર્સિયલ બાંધકામ કરવું હોય તો પણ વન વિભાગની પરમીશન મેળવવી પડે છે અને પરમીશન મેળવવાના કિસ્સામાં ત્રણ ત્રણ વર્ષ લાંબી પ્રતીક્ષા કરવી પડે છે. ખેડૂતો પોતાના ખેતરમાં કોમર્સિયલ બાંધકામ માટે બિનખેતીની પરવાનગીમાં પણ માત્ર ૧૫ ટકાનું માર્જીન મળે છે અને અરજદાર ટોટલ એરિયાના પંદર ટકા જેટલા જ વિસ્તારમાં બાંધકામ કરી શકે છે. બાકીની જમીનમાં બાંધકામ કરી શકાતું નથી. જ્યારે બાકી શહેરોની અંદર ચાલીસ ટકાનો રેસીયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં અમારી માલિકીની જમીનમાં માત્ર પંદર ટકાનું માર્જીન આથી આમારા વિસ્તારનાં લોકોને ડ્રાફ્ટ ઇકો સેન્સેટીવ ઝોનના કાયદાનાં કારણે ખુબ મોટો અન્યાય થઇ રહ્યો છે, આથી લગત વિભાગના મંત્રીને ભગા બારડે અપીલ કરતા જણાવ્યું કે, આ ઇકો સેન્સેટીવ ઝોનનાં કાયદો છે તેના લીધે અમારા વિસ્તારને જે પરેશાની થાય છે તેમાંથી મુક્તિ અપાવવા માટે સરકારે આ બાબતે પ્રાયોરીટી આપી કોઈ રસ્તો કાઢવો જાેઈએ અને વર્તમાનમાં હાઈકોર્ટમાં જે રીટ પીટીશન દાખલ થઈ છે તેમાં સરકાર વહેલી તકે ર્નિણય કરાવે તે ખુબ જ જરૂરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!