જૂનાગઢની મહિલાનો કિંમતી સામાન સાથેનો ખોવાયેલો થેલો પરત કરી પોલીસે કરી મદદ

0

જૂનાગઢનાં ચિતાખાના ચોક ખાતે આવેલ કન્યાશાળામાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા અને મેઘના સોસાયટી, ગિરિરાજ મેઈન રોડ, જૂનાગઢ શહેરમાં રહેતા, કોમલબેન જયેશકુમાર શુકલા તા.૨૦.૦૩.૨૦૨૧ના રોજ એક્ટિવા લઈને, જૂનાગઢ બસ સ્ટેન્ડ પાસે આવેલ એસબીઆઈ બેંકમાં ગયેલ હતા. કામ પતાવી, પરત આવતા, રસ્તામાં પોતાનો થેલો ક્યાંક પડી ગયેલ હતો. જેમાં તેઓનું લીનોવો કંપનીનું લેપટોપ, એમ.આઈ. કંપનીનો મોબાઈલ, એસબીઆઈ બેંકની ચેકબુક, પાસબુક, સ્કૂલની ચાવીઓ, દસ્તાવેજ, રબ્બર સ્ટેમ્પનું બોક્સ વિગેરે સહિત અંદાજીત રૂા.૫૦,૦૦૦/- નો કિંમતી સામાન હતો. જે ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તેમનો પરીવાર વ્યથિત થઈ ગયેલ હતો. આ બાબતની જાણ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ આર.બી. સોલંકી તથા સ્ટાફને કરતા તેઓ દ્વારા જીલ્લાના કમાન્ડ શ્ કંટ્રોલ રૂમના પીએસઆઇ પી.એચ.મશરૂને જાણ કરતા કમાન્ડ શ્ કંટ્રોલ રૂમ તથા બી ડિવિઝન પોલીસના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ આર.બી.સોલંકી, પો.હેડ.કોન્સ રજાકબીન સૈયદભાઇ આરબ, પો.કો પરેશભાઇ, રઘુવીરભાઈ, મુકેશભાઇ, વીપુલભાઈ, કલ્પેશભાઈ તેમજ જીલ્લાના કમાન્ડ શ્ કંટ્રોલ રૂમ ખાતેના પીએસઆઇ પી.એચ.મશરૂ, પો.કો. રાહુલગીરી મેઘનાથી, રાકેશભાઈ યાદવ, અશોકભાઇ રામ, રવિરાજસિંહ વાઘેલા તથા જીવાભાઇ ગાંગણા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા, કોઇ વાહન ચાલક આજુ બાજુ નજર કરી કોઈ દેખાણું નહિ એટલે થેલો લઈને જતા રહેલ. બસ સ્ટેન્ડના કેમેરામાં નંબર પ્લેટ સ્પષ્ટના વંચાણી એટલે અન્ય લોકેશનના કેમેરા ચેક કરતા, જાેષીપરા વિસ્તારમાં ચોખ્ખી નંબર પ્લેટ મળી ગયેલ છે. જે મોટર સાયકલ નંબર જીજે-૧૧-એકે-૨૮૫૨ શોધી કાઢવામાં આવેલ હતો. મોટર સાયકલના નંબર આધારે માલિકનું નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતું. માલિક દ્વારા મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી નાખવામાં આવેલ હતો. બી ડિવિઝન પોલીસ દ્વારા માલિકને શોધી, પૂછપરછ કરતા, પોતાને થેલો બસ સ્ટેન્ડ પાસેથી મલ્યાનું કબુલ્યું હતું. આજના યુગમાં માણસો પ્રામાણિકતા દાખવી, અન્ય વ્યક્તિનો મળેલો સામાન પરત આપે છે, તેવા સમયે મોટર સાયકલ માલિકની દાનત બાબતે જૂનાગઢ પોલીસ દ્વારા વાહન માલિકને ઠપકો પણ આપેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા કન્યાશાળાના પ્રિન્સિપાલ કોમલબેન જયેશકુમાર શુકલાનો કિંમતી સામાનનો થેલો સહી સલામત પરત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો કિંમતી સામાન પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને કોમલબેન જયેશકુમાર શુકલાએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા કમાન્ડ શ્ કંટ્રોલ પોલીસ અને બી ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં કોમલબેન જયેશકુમાર શુકલાનો ગુમ થયેલ સામાન પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews