દ્વારકા જગતમંદિરને વર્લ્ડ એમેઝિંગ પ્લેસ તરીકે જાહેર કરાયું

0

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝર-અમેરિકા દ્વારા દ્વારકાના જગતમંદિરને વર્લ્ડ એમેઝિંગ પ્લેસનો દરજ્જાે આપવામાં આવતાં દ્વારકાવાસીઓ ખુશીની લાગણી ફેલાઈ હતી. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના ગુજરાતના કો-ઓર્ડીનેટર દ્વારા દ્વારકાના કલેકટર નરેન્દ્રકુમાર મીનાને આ એવોર્ડ સુપ્રત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દ્વારકાના શારદા મઠ ખાતે સમારંભ રાખવામાં આવ્યો હતો અને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના ગુજરાત ખાતેના કો-ઓર્ડીનેટર ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગત શિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરને પણ વર્લ્ડ પ્લેસ તરીકે જાહેર કર્યું હતું અને દ્વારકા જગતમંદિરને વર્લ્ડ એમેઝિંગ પ્લેસ તરીકે જાહેર કરાતા ખુશીની લાગણી અનુભવે છે. આ સાથે ગુજરાતના અન્ય કેટલાંક સ્થળોને પણ આગામી દિવસોમાં વર્લ્ડ ફેમસ પ્લેસ તરીકે જાહેર કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews