સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ

0

સંજીવની નેચર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ દ્વારા વિશ્વ ચકલી દિવસની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે અર્જુનસિંહ રાણા બ્રાન્ડ એમ્બેસેડર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, ઉપકુલપતિ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, પૂર્વ ફિઝિયોથેરપિસ્ટ ભારતીય ક્રિકેટ ટીમ, મેનેજર આઇ.સી.સી.ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડકપએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત મહેમાનોને હસ્તે દિપ પ્રાગટ્યથી કરી હતી. બાદમાં સંસ્થાના ઉપપ્રમુખ નીલેશ રાજપરા દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ તથા પક્ષીઓ માટે કરેલ કાર્યનું વર્ણન કરેલ અને જણાવ્યું હતું કે, સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા લોકડાઉન દરમ્યાન લગભગ નાના-મોટા ૮૦૦ ઉપરાંત પક્ષીને બચાવવા, અત્યાર સુધીમાં લગભગ નાના-મોટા હજારો પશુ-પક્ષીના રેસ્કયુ, સારવાર કરવામાં આવી, હજારો જેટલા વૃક્ષો વાવવા તેમજ સંભાળ લેવી, પચાસ હજાર જેટલા ચકલીના માળા, પાણીના કુંડા, ચણદાનીનું બિલકુલ મફત વિતરણ કરવામાં આવેલ હતું અને સંજીવની નેચર ફાઉન્ડેશનના પ્રમુખ નરેશભાઈ ગોસ્વામી સાથે બે-ચાર વ્યકતી સાથે શરૂ થયેલ કાર્યમાં ૨૫૦ જેટલા કાર્યકરોની સાથે કુલ સેવાકીય પ્રવૃતિ કરે છે તેમ જણાવ્યું હતું. બાદમાં મહેમાનનું સન્માન પુષ્પગુચ્છ તેમજ શાલ દ્વારા કરવામાં આવેલ હતું. ત્યારબાદ મહેમાનના હસ્તે પર્યાવરણ પ્રેમી કાર્યકરોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાન અર્જુર્નસિંહ રાણાએ પોતાના ઉદ્દબોધનમાં જણાવાયું હતું કે, સંસ્થાની કામગીરી ખરેખર ખુબજ સરસ છે અને જીવનમાં સ્વથ્ય રહેવું કેટલું જરૂરી છે અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ બાબતે લોકોને જાગૃત કરવા તેમજ સેવાકીય પ્રવૃતિમાં દરેક રીતે સહકાર આપવાની વાત કરી હતી. આટલા સુંદર કાર્ય માટે સંજીવની નેચર ફાઉન્ડેશનનાં પ્રમુખ નરેશભાઈ ગોસ્વામીને ખાસ બિરદાવેલ હતા. આ પ્રસંગે વનરાજસિંહજી રાયજાદા, પૂર્વ હોમગાર્ડ કમાંડર, બ્રહ્મકુમારીના પુષ્પાબેન, જે.બી.ગઢવી, ડીવાયએસપી કેશોદ, રાજભા ચુડાસમા(મામા સરકાર), ઉદ્યોગપતિ મેરામણભાઇ યાદવ, ચેતનભાઈ કગરાણા(વાઈસ ચેરમેનછઁસ્ઝ્ર), વિનુભાઈ મેસવાણીયા(જિલ્લા મંત્રી વિ.હિ.પ.), મટુબેન છાત્રોડીયા, નારણભાઈ ખેતલપાર, રાજપુત આગેવાન, પ્રતાપસિંહ ચુડાસમા, એડવોકેટ કાનાભાઈ ચાવડા, પ્રફુલભાઈ નાંદોલા તેમજ ગદ્રે મરીન પરિવારના સભ્યો અને પર્યાવરણ પ્રેમીઓએ ખાસ હાજરી આપી હતી. સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પત્રકાર મિત્રોએ ખાસ જહેમત ઉઠાવી હતી. આ સુંદર કાર્યનું સંચાલન રમેશભાઇ જાેષીએ કરેલ હતું અને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!