રોટરી કલબ ઓફ કેશોદ દ્વારા મારૂ શહેર, સ્વચ્છ શહેર, કોરોના રસી બધાએ લેવી અને તંદુરસ્ત શહેરના સંદેશ સાથે સાયકલ રેલી આયોજન કરવામાં આવેલ હતું. કેશોદમાં ત્રીજી રોટરી સાયકલોથોન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૧૫ વર્ષથી ઉપરના યુવાન ભાઇઓ-બહેનો અને મોટી ઉંમરના વડીલોએ પણ ભાગ લીધો હતો. તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં રોટરી કલબ ટીમ દ્વારા સવારના ૭ઃ૩૦ વાગ્યે તમામ ૧૫૦ જેટલા સ્પર્ધકોને નિયમો મુજબ લીલી ઝંડી આપવામાં આવી હતી. તમામ લોકોએ માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન જાળવી સ્વરચ્છતાના શપથ લઇ આઝાદ કલબ, વેરાવલ હાઇવે, ડીપી રોડ, ઉમીયા નગર, લક્ષ્મી નગર, અમ્રુત નગર, આંબાવાડી, માંગરોલ રોડ, શરદ ચોક, ચાર ચોક, જૂનાગઢ રોડ, એરોડ્રામ રોડ, ફુવારા ચોક, ચાર ચોક સહિત કેશોદ વિસ્તારોના રાજમાર્ગ ઉપર ફરી પરત આઝાદ કલબ ખાતે પૂર્ણ કરી હતી. જયાં સ્વચ્છતા અને તંદુરસ્તી વિષે ચર્ચા બાદ તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં લગભગ ૧૦ કિલોમીટરનો રૂટ પૂર્ણ કરી પરત ફર્યા હતા. જયાં સાયકલનો તંદુરસ્તીમાં અને પર્યાવરણ જાળવણીમાં ફાળો વિષયે ચિંતન બાદ શહેરના સાયકલ ચાહકોની નિયમિત સાયકલના કાર્યક્રમો સંપર્ક કાયમી જળવાય તેવી શુભકામના સાથે સમાપન થઈ હતી. આ કાર્યક્રમમાં રોટરી કલબના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews