જૂનાગઢ સાયકલીંગ એસોસીએશન, રોલર સ્કેટીંગ એસોસીએશન તથા એથેલેટીક કલબ જૂનાગઢ દ્વારા નાના બાળકો માટે સાયકલીંગ, સ્કેટીંગ અને દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સાયકલ સ્પર્ધા મજેવડી ગેઈટથી ભવનાથ સુઘી, દોડ સ્પર્ધા ભવનાથ રીંગ રોડ ઉપર અને સ્કેટીંગ સ્પર્ધા શેરનાથ બાપુનાં આશ્રમ ખાતે યોજવામાં આવેલ. કુલ ૧ર૬ સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સાયકલીંગ સ્પર્ધામાં ભાઈઓમાં પરમાર ક્રિસટલ, ચુડાસમા ધાર્મિક, સોલંકી હર્ષરાજ અને બહેનોમાં લાઠીગરા ક્રિચા, પરમાર ડેન્સી અને કનેરીયા હેત્વી વિજેતા થયા હતાં. જયારે દોડ સ્પર્ધામાં ભાઈઓમાં ચાવડા પ્રણવ, પાઘડાળ પરમ, સાબલીયા વિજય અને બહેનોમાં કિકાણી ક્રિષા વિજેતા થયા હતાં. સ્કેટીંગ સ્પર્ધામાં ભાઈઓમાં ગરાણા રૂદ્ર, ઠુંમર રાધે, મણવર મન, પરમાર યુગ, પંચારવા સોમ્યા, લોઢીયા હર્ષ, જાડેજા રક્ષીત, વંદરીયા રૂદ્ર, ઘેટીયા કુશ અને બહેનોમાં દુધાત્રા સ્વારા, આનંદ વેદિકા, કડીવાર માહિન, પાનસેરીયા હસ્તી, રાજા નાવ્યા, પાઘડાળ રીવા, ફળદુ દિયા, ભુત ધ્વની, મકવાણા નિમીસા અને વોરા કરીશા વિજેતા થયા હતાં.
આ તકે એસીએફ શ્રી પટેલ, ડો. ઉત્પલા ગોહેલ, ડો. દેવેન ગોહેલ, શ્રી અરોરા, કિર્તીબેન વ્યાસ, લોઢીયા ચંદ્રેશભાઈ, પારઘી જગદીશભાઈ વગેરે ઉપસ્થિત રહયા હતાં. આ સ્પર્ધાને સફળ બનાવવા કલ્પેશ શાંખલા, ભાવિન રોકડ, પી.સી. ભટ્ટ વગેરે દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews