Saturday, August 20

માઉન્ટ ગિરનાર ટ્રેકર્સ દ્વારા ઈન્દ્રેશ્વરથી આત્મેશ્વર સુધી ટ્રેકીંગ કરાયું

0

વિશ્વ વન દિવસ ની ઉજવણી નાં ભાગરૂપે “માઉન્ટ ગિરનાર ટ્રેકર્સ ક્લબ જૂનાગઢ” તરફથી વનસ્પતિ પરિચય તથા તેનાં ઔષધિય ઉપયોગ અંગે ઇન્દ્રેશ્વરથી આત્મેશ્વર સુધીનાં ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા નાના બાળકો સહિત ૩૦ ત્રીસ જેટલા સભ્યોએ રસપુર્વક ભાગ લીધેલ અને ઉત્સુકતા સાથે પરિચય મેળવી ધન્યતા અનુભવી હતી.આ ટ્રેક માં તજજ્ઞ તરીકે આર.કે.દેથડીયા ઉર્ફે કિશોરભાઈ, કાલાવડ(શીતળા)થી પધારેલ ઔષધિય જાણકારી ધરાવતા અલ્પેશભાઈ સુથાર તથા હિતેષ ગઢવી તેમજ પ્રભુભાઈ અઘેરા વિગેરે દ્વારા રસપ્રદ માહિતી પુરી પાડવામાં આવી સાથે સાથે લોક વિજ્ઞાન કેન્દ્રનાં પ્રતાપભાઈ ઓરા દ્વારા પણ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ. આ તકે સંસ્થાનાં મંત્રી મધુસુદનભાઈ ધોળકિયા ઉપસ્થિત રહયા હતાં. સફાઈ અભિયાનનાં એકલવીર સભ્ય મુળવંતભાઈ દોશી તથા તેમના બંન્ને બાળકોનું સન્માન પણ આ તકે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્લબનાં પ્રમુખ મધુકાન્તભાઈ વાળા દ્વારા કરવામાં આવેલ. ભવિષ્યમાં પણ સંસ્થા દ્વારા પર્યાવરણ સુરક્ષા તેમજ જંગલમાં આવેલ પ્રખ્યાત જગ્યાઓએ પ્લાસ્ટિક સફાઈ અભિયાન વન વિભાગના સહયોગથી હાથ ધરવામાં આવશે. તેમજ આજની મોબાઈલ પેઢીને પ્રકૃતિનું જીવનમાં મહત્વ સમજાવી તેના સંરક્ષણ તથા વિસ્તરણ માટે માહિતગાર કરવાનાં કાર્યક્રમો યોજાવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!