માંગરોળ : દેશી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

0

માંગરોળમાં હાથ બનાવટની દેશી પિસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે માંગરોળ પોલીસે આદિત્યાણાના શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પી.એસ.આઈ. વી.યુ.સોલંકી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન પૂર્વ બાતમીને આધારે માંગરોળ-કેશોદ બાયપાસ ચોકડીએ ઉભેલા રામભાઈ જીવાભાઈ કેશવાલા (ઉ.વ. ૨૮)ની અંગ જડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ, ૨ કાર્ટીઝ મળી આવ્યા હતા. પોલીસે મોબાઈલ સહિત રૂા.૨૫,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરી આર્મ્સ તથા જીપીએક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews