જૂનાગઢમાં યોજાનાર બ્રહ્મચોર્યાસી અને મહિલા સંમેલન સેમિનારનાં કાર્યક્રમો મોકુફ રખાયા

0

કોરાનાની હાલની પરિસ્થીતીને ધ્યાનમાં રાખી અને સમાજનાં વિવિધ સંસ્થાઓનાં અગ્રણીઓ સાથે વાતચીત કરી જૂનાગઢ ખાતે યોજાનાર બ્રહ્મચોર્યાસી અને મહિલા સંમેલન હાલ પુરતુ મોકુફ રાખેલ છે. કોરાના સંક્રમણનાં દિવસોને ધ્યાનમાં રાખી દુર્ગાસેનાનાં સ્થાપક ભાવેશ રાજ્યગુરૂએ કોન્ફરન્સ કોલ કરી કમીટી મેમ્બર રવી ઠાકર, હસુબાપા જાેષી, રૂપલબેન લખલાણી, આશીષ રાવલ, રીન્કલબેન મહેતા, કાર્તિક ભટ્ટ, દક્ષાબેન જાેષી સાથે વાત કરી હતી. સમસ્ત બ્રહ્મસમાજનાં યજ્ઞેશભાઈ દવે, સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજનાં છેલભાઈ જાેષી, બ્રહ્મદેવ સમાજ પ્રમુખ મીલનભાઈ શુક્લા, પરશુરામ ફાઊન્ડેશનના પ્રમુખ જગત શુક્લા સહીત અનેક અગ્રણીઓને વિશ્વાસમાં લઈ હાલ પુરતો કાર્યક્રમ મોકુફ રાખવાનું નક્કિ કરેલ છે. બ્રહ્મસેનાના ઝોનલ ઈન્ચાર્જ અલ્કેશ ભટ્ટ, શૈલેષ પંડ્યા, ભરત ઓઝા, છબીલભાઈ રાવલ, પુનીતભાઈ શર્મા, મીલનભાઈ જાેષી, દીનેશભાઈ ભટ્ટ, ભાવીનભાઈ રાવલ, ભાસ્કરભાઈ ભટ્ટ, દીપકભાઈ ભટ્ટ, ધવલ આચાર્ય, હરગોવિંદ જાેષી, ભવરલાલ ગૌડ, જગદીશભાઈ ધાંધલ્યા, અતુલભાઈ દીક્ષીત, કશ્યપ ભટ્ટ સહીત દુર્ગાસેનાની ૨૫ થી વધુ બહેનો સાથે વાતચીત કરી આ નીર્ણય લીધેલ છે. પરિસ્થિતી રાબેતા મુજબ થયા બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે. સામાન્ય પરિસ્થીતિ બન્યા બાદ બ્રહ્મસેના દુર્ગાસેના દ્વારા નવી તારીખ જાહેર કરાશે તેની માહિતી સમગ્ર બ્રહ્મસમાજને મળે તે માટે આ મેસેઝ બનાવવામાં આવ્યો છે. સમાજને આ પરિસ્થીતીમાં સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવું અને પોતાના પરિવારનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!