બજેટસત્રમાં સરકાર ત્રણ નવા સુધારા વિધેયક લાવશે રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને ઘણાં કાર્યકરો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમ છતાં ગુજરાત સરકાર બજેટ સત્ર ટૂંકાવવા માંગતી નથી. રાજ્ય સરકાર બજેટ સત્ર ટૂંકાવીને તેમના આગામી આયોજનો ખોરંભે પડે તેમ ઈચ્છતી નથી. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ગુજરાત સરકાર ૩ નવા સુધારા વિધેયક લાવવા જઈ રહી છે. રાજ્યના ડે. સીએમ નિતિન પટેલે જણાવ્યું છે કે, ‘બજેટ સત્ર ટૂંકાવવાની કોઇ જરૂર નથી, કારણકે ગયા વર્ષની જેમ આ વખતે ગંભીર સ્થિતિ નથી. આમ રાજ્ય સરકાર બજેટ સત્ર ટૂંકાવવા માંગતી ન હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. રાજ્ય સરકાર બજેટ સત્રમાં ત્રણ નવા સુધારા વિધેયક લાવવાની તૈયારી કરી રહી છે. ચાલુ સત્રમાં ગુજરાત વ્યાવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજાે અથવા સંસ્થાઓ બાબત સુધારા વિધેયક આવશે. આ ઉપરાંત આયુર્વેદ, હોમિયોપેથી અને નેચથેરાપી વિધાશાખાઓની બિન સહાયિત કોલેજાના માટે પણ સુધારા કરવામાં આવશે. ઉપરાંત ગુજરાત પંચાયત સુધારા વિધેયક પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. જિલ્લા પંચાયત હસ્તકની પરીક્ષાઓ અને ભરતીઓના મુદ્દે સુધારા વિધેયક આવશે. જેમાં પંચાયત સેવા વર્ગ-૩ની તમામ ભરતીઓ ગુજરાતી પંચાયત સેવા પસંદગી મંડળને આપવાની જાેગવાઈ કરવામાં આવશે. ગુજરાત અશાંત ધારા વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી ઉપર પ્રતિબંધ મૂકતું સુધારા વિધેયક પણ લવાશે. આ કાયદામાં અગાઉ પણ સુધારા કરાયો હતો તે બાદ ફરી એકવાર સરકાર સુધારો કરવા જઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં આ વિધેયકો ઉપર ગૃહમાં ચર્ચા પણ હાથ ધરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews