રાજ્યમાં મજૂર-શ્રમિકોના હિતની વાતો કરતી ભાજપ સરકારની વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ હોવાનું ફરી એકવાર બહાર આવ્યું છે. રાજ્યમાં લાખો કૃષિ ક્ષેત્રના કામદારો મજૂરી કરીને પેટિયું રળે છે તેઓ માટે સરકાર દ્વારા બહું ઓછું દૈનિક રૂા.૧૭૮નો દર છેલ્લા પાંચ વર્ષથી નિર્ધારિત કરાયેલ હોય એટલા જ નાણાં મળે છે. જ્યારે કે કેરળ સહિતના અન્ય રાજ્યોમાં ગુજરાત કરતાં ૬૦ ટકાથી વધુ વેતન દર અમલમાંથી કરેળમાં રૂા.૪૧૦ના દર સામે રાજ્યમાં ૬૦ ટકાથી પણ ઓછા દર છે ને ગુજરાત દરેક ક્ષેત્રે નં.૧ની વાતો કરતી હોઈ વિપક્ષ કોંગ્રેસ વિધાનસભામાં આજે આ મુદ્દો ઊઠાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન આજે પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કૃષિ ક્ષેત્રના મજૂરોને મળતા મજૂરીના નજીવા દરનો મુદ્દો ઉછળ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews