સરકારે બે વર્ષમાં ૧૦૭.ર૦ કરોડ ચો.મી. સરકારી પડતર-ખરાબાની જમીન ઉદ્યોગપતિઓને ભાડે-વેચાણથી આપી !

0

વિકાસમાં અગ્રેસર હોવાના દાવા કરતી રાજ્યની ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના વિકાસમાં જ અગ્રેસર હોય તેમ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંની કુલ ૧૦૭.ર૦ કરોડ ચોરસ મીટર સરકારી પડતર, ખરાબાની અને ગૌચરની જમીન સરકાર દ્વારા ઉદ્યોગો વગેરેને ભાડે તથા વેચાણથી આપવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે, ત્યારે સવાલ એ થાય છે કે, ગરીબોના આવાસ માટે કે સરકારી શાળાઓમાં રમત- ગમતના મેદાનો માટે સરકારી પડતર, ખરાબાની જમીન ઉપલબ્ધ નથી. પરંતુ ઉદ્યોગપતિઓને આપવા માટે કરોડો ચોરસ મીટર જમીન ઉપલબ્ધ છે ? વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં સરકારના મહેસૂલ મંત્રીએ આપેલી વિગતો બહાર આવી છે. જેમાં રાજ્યભરમાંની ૧૦૦.૧૧ કરોડ ચોરસ મીટર સરકારી પડતર જમીન તથા ૬.૭૪ કરોડ ચોરસ મીટર ખરાબાની જમીન અને ૩૪.૬૩ લાખ ચોરસ મીટર ગૌચરની જમીન છેલ્લા બે વર્ષમાં સરકાર દ્વારા ભાડેથી તથા વેચાણથી આપવામાં આવેલ છે. એટલે કે, કુલ મળીને ૧૦૭.ર૦ કરોડ ચોરસ મીટર જમીન આ રીતે આપવામાં આવી હોવાનું મંત્રીના જવાબ પરથી માલૂમ પડે છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૯પ.૩૪ લાખ ચોરસ મીટર સરકારી પડતર જમીન ભાડે અને વેચાણથી આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સરકારની આ નીતિને લઈ આક્ષેપો કરાયા છે કે, રાજ્ય સરકાર પાસે ગરીબોને આવાસ બાંધવા માટે પ૦ કે ૧૦૦ વારના પ્લોટ આપવા માટે જમીન ઉપલબ્ધ નથી. ઉપરાંત સંખ્યાબંધ સરકારી શાળાઓમાં રમત-ગમતના મેદાન ન હોવાની વિગતો બહાર આવી છે, ત્યારે અન્ય મેદાનો બનાવવા સરકારી પડતર તથા ખરાબાની જમીન પણ સરકાર પાસે ઉપલબ્ધ નથી. જ્યારે કે ઉદ્યોગપતિઓને ખેરાત કરવા માટે કરોડો ચોરસ મીટર જમીન ઉપલબ્ધ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!