કોલેજની ફી માફીની અરજી મામલે શુક્રવાર સુધીમાં જવાબ રજૂ કરવા હાઈકોર્ટનો સરકારને આદેશ

0

રાજ્યમાં કોરોના કાળમાં શાળા કોલેજાે લાંબા સમય સુધી બંધ રહેતા માત્ર ઓનલાઈન શિક્ષણ અપાયું હતું. જાે કે કોરોનાને કારણે અનેક ધંધા રોજગાર અને સેવાઓ ઠપ થઈ જતાં લોકોની આર્થિક સ્થિતિ કથળી હતી ત્યારે અનેક વાલીઓને શાળા-કોલેજાેમાં ફી ભરવામાં તકલીફ પડી રહી છે ત્યારે કોલેજાેમાં ફી મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં લોકડાઉનમાં લોકોની આર્થિક હાલાકીને ધ્યાને લઈ શાળાઓની જેમ કોલેજાેમાં પણ ફી ઘટાડાની માંગણી કરાઈ હતી ત્યારે આ મામલે શુક્રવાર સુધી જવાબ રજૂ કરવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. કોરોના મહામારીના કારણે દરેક વ્યક્તિ આર્થિક રીતે પડી ભાગ્યો છે.
જાે કે શાળાઓમાં ફી ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આવી જ રીતે કોલેજમાં પણ ફી ઘટાડવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આજે આ અરજીની પણ સુનાવણી હાથ ધરાઈ હતી. અરજદારે કોર્ટને જણાવ્યુંં હતું કે, જાે કોરોના મહામારીને કારણે સ્કૂલો ફી ઘટાડી શકે છે, તો કોલેજાેમાં પણ ફી ઘટાડી શકાય અને સરકાર ફીના મુદ્દે સ્કૂલ અને કોલેજ માટે અલગ-અલગ ધોરણો રાખી શકે નહીં. આ મુદ્દે એડવોકેટ જનરલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ફી મુદ્દે બનાવાયેલી કમિટીઓએ ૧૦ ટકા ફી ઘટાડો સૂચવ્યો છે અને રાજય સરકાર આ મુદ્દે નિર્ણય લેશે. વધુ ફી ઘટાડા અંગે જાે કોર્ટ ઓર્ડર કરે તો સરકાર એ મુજબ વર્તશે. હાઈકોર્ટે બન્ને પક્ષની રજૂઆતો સાંભળી શુક્રવાર સુધીમાં રાજ્ય સરકાર શું નિર્ણય લેવા માંગે છે. તે અંગે કોર્ટને જાણ કરવામાં આવે તેવો આદેશ આપ્યો હતો. આ પહેલા ગત વર્ષે રાજ્યના શિક્ષણ વિભાગે સ્વનિર્ભર શાળાઓએ ફીમાં રપ ટકાની રાહત આપતો પરિપત્ર જારી કર્યો હતો. સરકારના આ પરિપત્રમાં સંચાલકોની શરતનો છેદ ઉડાડી દીધો હતો. તેમાં કહેવાયું હતું કે, ટયુશન ફીમાં ૭પ ટકા બાદ આપ્યા પછી વાલી શૈક્ષણિક વર્ષ ર૦ર૦-ર૧ની વાલી મોડી ફી ભરવા માંગતા હોય તો તેમણે કારણ દર્શાવતી રજૂઆતો સ્કૂલમાં કરવાની રહેશે, પણ સ્કૂલ લેઈટ ફી ચાર્જ વસૂલ શકશે નહીં અને કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરી શકશે નહીં, વાલીઓ અને તેમની અનુકૂળતાએ માસિક કે એક સાથે ફી ભરી શકશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!