સમગ્ર આરબ દેશનાં વિભાગીય પ્રમુખ તરીકે ભરતભાઈ રૂપારેલની નિમણુંક

0

વિશ્વ લોહાણા મહાપરિષદના સમગ્ર આરબ દેશના વિભાગીય પ્રમુખ તરીકે દુબઇ સ્થિત ભરતભાઇ રૂપારેલની નિમણુંક કરવામાં આવી છે. ભરતભાઇ રૂપારેલ દુબઇમાં રહેતા હોવા છતાં સૌરાષ્ટ્રમાં ખૂબજ સેવાકીય કર્યો કરેલ છે. જેમાં જૂનાગઢ શિશુમંગલની દીકરીઓને લગ્નપ્રસંગે સોનાના મંગળસૂત્ર તેમજ અન્ય કરિયાવર, જૂથળ ગિરિરાજજી હવેલી ખાતે પાણીનો બોર, ગૌશાળા ખાતે ગમાણ બંધાવી આપેલ છે તેમજ જૂનાગઢ ગૌશાળામાં વારે તહેવારે નિરણનું દાન તેમજ અનાથ બાળકોની સંસ્થાઓને ભોજન જેવા અનેક કર્યો કરવામાં આવે છે. તેમજ વર્ષ ૨૦૧૯માં દુબઇ લોહાણા સમાજના યજમાન પદે મળેલ લોહાણા મહાપરિષદની વૈશ્વિક બેઠકમાં પણ ભરતભાઇએ મુખ્ય ભૂમિકા બજાવેલ છે. ભરતભાઇ જૂનાગઢ તેમજ કેશોદ ખાતે પણ ઘણા સેવાકીય કર્યો કરતા ભરતભાઈની આરબ દેશોના વિભાગીય પ્રમુખની પસંદગીને સમગ્ર આરબ અમીરાતના દેશોના લોહાણા સમાજે વધાવી લઇ અને ભરતભાઇને સન્માનિત કર્યા હતા. સાથે સાથે દેશ-વિદેશના રઘુવંશી શ્રેષ્ઠીઓએ ભરતભાઇને શુભેચ્છાઓ પાઠવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews