ધોરાજીમાં હસનૈન એકેડમી દ્વારા વાર્ષિક સન્માન સમારંભ યોજાયો

0

ધોરાજી શહેરમાં આવેલા જામિઆ ફતિમતુઝઝાહરાની શાખા હસનૈન એકેડમીનો પહેલો જલસો જે હઝરત અલ્લામા વ મૌલાના મુફ્તી મુબારક હુસૈન અઝહરીને મૌજૂદગીમાં યોજાયેલ હતો. જેમાં ૧૩ છોકરાઓને સૈયદ શકીલ બાપુ શિરાઝીએ ખત્મે ર્કુઆન કરાયેલું હતું. તેમજ તેમનો ઉત્સાહ વધારવા એમને સર્ટીફીકેટ અને ઈનામો આપવામાં આવ્યા હતા અને આ પ્રોગ્રામમાં મુફતી જુનૈદ રઝા અઝહરીએ તાલીમ વિષે લોકોમાં ઉત્સાહ ભર્યો હતો. ત્યારબાદ હસનૈન એકેડમીના શિક્ષકોનો સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ હાફિઝો કારી રિફાકત હુસૈનને સફળ શિક્ષક હોવાનું પુરસ્કાર આપવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં હસનૈન એકેડમીના શિક્ષક હાફઝો કારી રિઝવાન અહમદ, હાફિઝ તુફૈલ, અન્ય ઓલમાએ કિરામ અને મેહમાનોએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે રૂચિ વધારવા સમાજમાંથી કુરીવાજાે દુર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે આ સંસ્થા કામ કરી રહી છે. આ ઉપરાંત આ સંસ્થામાં પ્રજાસતાક પર્વ અને ગણતંત્ર દિવસની શાનો શોકતથી ઉજવણી કરવામાં આવે છે

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews