૨૩ માર્ચ શહીદ દિવસ : આઝાદીના જાેશીલા વીરોને શત શત નમન

0

જ્યારે અંગ્રેજાેના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ વીર ભૂમિએ અનેક વીર સપૂતને પેદા કર્યા હતા જેમણે અંગ્રેજાેની અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ પ્રયત્ન કરતા હસતા હસતા દેશ માટે પ્રાણ ન્યૌછાવર કરી દીધા હતા. તેમાંથી જ ત્રણ પાક્કા ક્રાંતિકારી મિત્ર હતા. શહીદ-એ-આઝમ ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવ. આ ત્રણેયે પોતાના પ્રગતિશિલ અને ક્રાંતિકારી વિચારોથી ભારતના નૌજવાનોમાં સ્વતંત્રતા પ્રત્યે એવી દીવાનગી જન્માવી દીધી કે અંગ્રેજ સરકારને ભય લાગવા માંડ્યો હતો કે તેમને ક્યાક દેશ છોડીને ભાગી જવુ ન પડે. ત્રણેયએ બ્રિટિશ સરકારની નાકમાં એટલો દમ કરી નાખ્યો હતો જેના પરિણામસ્વરૂપ તેમની ધરપકડ કરવામાં આવી અને ૨૪ માર્ચ ૧૯૩૧ના રોજ ત્રણેયને એક સાથે ફાંસી આપવાની સજા સંભળાવવામાં આવી હતી. તેમની ફાંસીની વાત સાંભળીને લોકો એટલા ભડકી ચુક્યા હતા કે તેમણે મોટી ભીડ એકત્ર કરીને એ જેલને ઘેરી લીધી હતી. અંગ્રેજ એટલા ભયભીત હતા કે ક્યાક વિદ્રોહ ન થઈ જાય એ વાતને ધ્યાનમાં રાખતા તેમણે એક દિવસ પહેલા મતલબ ૨૩ માર્ચના રોજ ૧૯૩૧ની રાત્રે જ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપી દીધી અને ચોરી છુપીથી તેમના શબોને જંગલમાં લઈ જઈને સળગાવી દીધું હતું. જ્યારે લોકોને આ વાતની જાણ થએ તો તેઓ ગુસ્સામાં એ બાજુ ભાગી આવ્યા હતા. પોતાનો જીવ બચાવવ અને પુરાવા મટાડવા માટે અંગ્રેજાેએ એ વીરોની અડધી સળગેલી લાશોને ખૂબ જ ર્નિદયતાથી નદીમાં ફેંકાવી દીધી હતા. નાની વયમાં આઝાદીના દીવાના ત્રણેય યુવા પોતાના દેશ માટે કુર્બાન થઈ ગયા હતા. આજે પણ એ ત્રણેય યુવા પેઢીના આદર્શ છે. શહીદ-એ-આઝમ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂ આ ત્રણેયની શહાદતને સમગ્ર સંસાર સન્માનની નજરથી જુએ છે અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. જ્યાં એક બાજુ ભગત સિંહ અને સુખદેવ કોલેજના યુવા સ્ટુડેંટ્‌સના રૂપમાં ભારતને આઝાદ કરવાનું સપનું સેવી રહ્યા હતા તો બીજી બાજુ રાજગુરૂ વિદ્યાધ્યયન સાથે કસરતના ખૂબ શોખીન હતા અને તેમનું નિશાન પણ તેજ હતું. એ બધા ચંદ્રશેખર આઝાદના વિચારોથી એટલા પ્રભાવિત હતા કે તેમને ક્રાંતિકારી દળમાં સામેલ થઈને પોતાનું વિશેષ સ્થાન બનાવી લીધું હતું. આ ક્રાંતિકરી દળનો એક જ ઉદ્દેશ્ય હતો કે સેવા અને ત્યાગની ભાવના મનમાં લઈને દેશ ઉપર પ્રાણ ન્યૌછાવર કરી શકનારા નૌજવાનો તૈયાર કરવા હતા. લાલા લજપતરાયજીના મોતનો બદલો લેવા માટે ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ ભગત સિંહ અને રાજગુરૂએ અંગ્રેજ ઓફિસર સાંડર્સ ઉપર ગોળીઓ વરસાવી અને ત્યાંથી ભાગી નીકળ્યા હતા. જાે કે તેઓ રક્તપાતના પક્ષમાં નહોતા પણ અંગ્રેજાેના અત્યાચારો અને મજૂર વિરોધી નીતિયોએ તેમની અંદર આક્રોશ ભડકાવ્યો હતો. અંગ્રેજાેને એ બતાવવા માટે કે હવે તેમના અત્યાચારોથી તંગ આવીને આખુ હિન્દુસ્તાન જાગી ઉઠ્‌યુ છે. ભગત સિંહે કેન્દ્રીય અસેમ્બલીમાં બોમ્બ ફેંકવાની યોજના બનાવી. તેઓએ પણ ઈચ્છતા હતા કે કોઈપણ રીતે રકતપાત થાય નહી. આ કામ માટે તેમના દળની સર્વસંમતિથી ભગત સિંહ અને બટુકેશ્વર દત્તને આ કામ માટે પસંદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ મુજબ ૮ એપ્રિલ ૧૯૨૯ ના રોજ અસેમ્બલીમાં એવા સ્થાન ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો જ્યાં કોઈ હાજર નહોતું. ભગત સિંહ ઈચ્છતા તો તેઓ ત્યાંથી ભાગી શકતા હતા પણ તેમણે ત્યાંજ પોતાની ધરપકડ આપી હતી. ઈંકલાબ જીંદાબાદના નારા લગાવતા તેમણે અનેક પરબડિયા હવામાં ઉછાળ્યા જેથી લોકો સુધી તેમનો સંદેશ પહોંચી શકે. ભગત સિંહ રાજગુરૂ અને સુખદેવને આજે આઝાદીના જાેશીલા દિવાનાઓના રૂપમાં ઓળખવામાં આવે છે પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે જેલમાં લાંબા સમય સુધી રહેતા તેમણે અનેક વિષયો ઉપર અભ્યાસ કર્યો અને અનેક લેખો લખ્યા હતા. તેમની મૃત્યું પછી તેમના અનેક લેખ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેના દ્વારા તેઓ સમાજમાં ક્રાંતિ લાવવા માંગતા હતા. તેઓ એક એવી વ્યવસ્થાનું નિર્માણ કરવા માંગતા હતા જ્યાં બધા સંબંધ સમાનતા ઉપર આધારિત હોય અને દરેકને તેમની મહેનતનો પૂર્ણ હક મળે. ઓક્ટોબર ૧૯૨૯ના રોજ ભગત સિંહે જેલમાંથી એક પત્ર હિન્દુસ્તાનના યુવાઓનું નામ લખ્યું જેમાં તેમણે સંદેશ આપવામાં અવ્યો હતો કે સ્વતંત્રતા દરેક મનુષ્યનો અધિકાર છે. જેલમાં આ ત્રણેય ઉપર અને સાથીયો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો. લાંબી ચાલેલી તેમની ભૂખ-હડતાલને તોડવા માટે અંગ્રેજાેએ અમાનવીય યાતનાઓ આપી પણ તે નિષ્ફળ રહ્યા હતા. નાનકડી વયમાં જ દેશ ઉપર જીવ કુર્બાન કરનારા આ ક્રાંતિકારી શહીદોને શત શત નમન…

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!