કોરોનામાં કેરી ખાવી ફાયદાકારક છે : કેસર કેરીનું ટુંક સમયમાં જ બજારમાં આગમન

0

ફળોનો રાજા ગીરની કેસર કેરીનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. તેની સામે એક્સપોર્ટનું પ્રમાણ પણ વધ્યું છે. હવે સ્વાદના શોખીનો માટે ટૂંક સમયમાં કેસર કેરી બજારમાં જાેવા મળશે. સ્વાદના શોખીનો માટે ખૂબ સારા સમાચાર છે. હાલ ગીરની કેસર કેરી આંબા ઉપર પુષ્કળ પ્રમાણમાં જાેવા મળી રહી છે. શરૂઆતમાં જે આંબા ઉપર ફ્લાવરિંગ થયું હતું તે કેસર કેરી તયાર થઇ ચૂકી છે અને ટૂંક સમયમાં કેરી બજારમાં જાેવા મળશે. બીજી તરફ ખેડૂતોના મતે આ વર્ષે એવરેજ ઉત્પાદન જાેવા મળી રહ્યું છે. કેરીની સીઝનની શરૂઆતમાં ખેડૂતોને ૭૦૦ થી ૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ કિલો બોક્સમાં ભાવ રહેશે અને બજારમાં કેસર કેરીની આવક વધશે. તેમ ભાવ પણ થોડા ઓછા થશે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કેસર કેરીમાં વિટામીન સીની માત્રા ખૂબ હોય છે. જેના લીધે કોરોના સમયમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ વર્ષે ખેડૂતોને પણ આવકની દ્રષ્ટિએ પ્રતિ વર્ષની જેમ એવરેજ આવક જાેવા મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews