આજથી હોળાષ્ટક બેસતા દ્વારકાધીશ જગત મંદિરમાં શ્રૃંગાર-સંધ્યા આરતીમાં કાળીયા ઠાકોરને અબીલ ગુલાલના છાંટણા

0

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણને દર્શનાર્થે સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હજારો પદયાત્રીઓ પદયાત્રા કરી દ્વારકા પહોંચવાની તૈયારીમાં છે. હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે પદયાત્રા કરી કાળીયા ઠાકોરના દર્શનનો વિશેષ મહિમા હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવે છે. આ વર્ષે કોરોનાની મહામારીને કારણે મંદિર ત્રણ દિવસ બંધ રહેવાનું હોવા છતાં પણ પદયાત્રીઓ ઉત્સાહભેર દર્શનાર્થે નીકળી પડ્યા છે. જેમાંથી અનેક પદયાત્રીઓ હવે દ્વારકા પહોંચવાની તૈયારીમાં હોવાથી હોળી-ધૂળેટીના પર્વ પહેલાજ ૨૬ માર્ચ સુધીમાં અંદાજે એકાદ લાખ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે તેવી શક્યતા છે. દ્વારકાધીશ મંદિર તથા શહેરમાં જિલ્લા પોલીસ વડા સુનિલ જાેશીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાતના રબારી તથા ભરવાડ સમાજના શ્રદ્ધાળુ પદયાત્રીઓને સંખ્યા વિશેષ હોય છે. જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews