જૂનાગઢમાં ઘરફોડ ચોરીનાં ગુનામાં પાંચ શખ્સોને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ શહેરના જાેષીપરા, ગાંધારી વાડી, સરદાર પટેલ સોસાયટીમાં રહેતા અને સરગવાડાના પાટિયા પાસે સાગર સેલ્સ એજન્સીના નામે પાન, બીડી, સિગારેટની હોલસેલ દુકાન ધરાવી, વેપાર કરતા ફરિયાદી શૈલેષભાઈ બાબુભાઈ ચોવટિયા જાતે પટેલ ગોડાઉનમાં તાળાં તોડી, પ્રવેશ કરી, બાગબાન તમાકુના પાઉચ, ટીનના ડબ્બાના કાર્ટૂન નંગ-૧૭, વિમલ પાનમસાલાના પેકેટ નંગ-૩૦૦, રજનીગંધા પાન મસાલાના પેકેટ નંગ-૨૦૦, સિગારેટના પાકીટ નંગ-૬૦, રોકડ રકમ રૂા.૩,૦૦૦/- મળી કુલ રૂા. ૯,૭૦,૦૦૦/- ની ચોરી કર્યા અંગેની ફરિયાદ ફરિયાદી શૈલેષભાઈ બાબુભાઈ ચોવટિયા જાતે પટેલ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવતા, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન. સગારકા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરના સરગવાડા ખાતે થયેલ આશરે ૧૦ લાખ રૂપિયાની ઘરફોડ ચોરીના ગુન્હાની બાબતને ગંભીરતાથી લઈ, તાત્કાલિક જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક તાલુકા પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, ટેકનિકલ સેલની જુદી જુદી ચાર ટીમો બનાવી, માતબર રકમની ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેકટ કરી, આ ગુન્હામાં ગયેલ તમામ મુદ્દામાલ તથા સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી પાડવા સુચનાઓ કરવામાં આવેલ હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન.સગારકા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચ.આઇ.ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, તથા ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના માણસો તથા ટેકનીકલ સેલના પીએસઆઈ પી.એચ. મશરૂ તથા તેના ટેકનીકલ સ્ટાફ અંજનાબેન, પાયલબેન, પ્રવિણાબેન, તેમજ તાલુકા પો.સ્ટે સ્ટાફના હે.કો. નિલેશભાઈ, કમલેશભાઈ, ભદ્રેશભાઈ, પો.કો. ભરતભાઇ, કરણભાઈ, નરેન્દ્રભાઈ, વિજયભાઈ, દેવેનભાઈ, અજયભાઈ, જેતાભાઈ, રાહુલસિંહ સહિતના સ્ટાફની જુદી જુદી ચાર ટીમો દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી, એજન્સીના ગોડાઉનમાં રાખેલ સીસીટીવી કેમેરા તથા રોડ ઉપરના સીસીટીવી કેમેરા આધારે આ ગુન્હામાં પાંચ આરોપીઓ ક્રીમ કલરના આઇશર ટેમ્પોમાં આવેલ હોવાની હકીકત શોધી કાઢેલ હતી. જે આધારે જેતપુર ટોલનાકાના સીસીટીવી તથા રેકર્ડ આધારે આ ગુન્હામાં ક્રિમ કલરનો સાઈ કૃપા લખેલ આઇશર ટેમ્પો નંબર એમએચ-૪૩-બીપી-૧૪૭૨ હોવાની વિગતો મળેલ હતી. આ બાબતે ચોટીલા, બગોદરા, સાયલા પોલીસને જાણ કરી, એલર્ટ કરવામાં આવેલ હતા. દરમ્યાન ભરૂડી ગોંડલ ટોલનાકાના સીસીટીવી તથા રેકર્ડ જાેતા, આઇશર ટેમ્પો ત્યાંથી પસાર થયેલ ના હોય, ગોંડલ, આટકોટ, ધંધુકા, બોટાદ તરફ ગયેલાનું અનુમાન કરી, આગળના પોલીસ સ્ટેશન ખાતે તથા આણંદ, વડોદરા, ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને આઇશરના ફોટા તથા નંબર સાથે વોટસ એપ દ્વારા જૂનાગઢ પોલીસ તરફથી જાણ કરવામાં આવેલ હતી તેમજ તમામ જિલ્લામાં મેસેજ કરી, નાકાબંધી કરવા જાણ પણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ તરફથી ઘરફોડ ચોરીના ગુન્હામાં ત્વરિત માહિતી મેળવી, અન્ય જિલ્લાની પોલીસને એલર્ટ કરવામાં આવતા, વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ (૧) મહાવીરસિંહ જાેહરસિંહ રાઠોડ (ઉ.વ.૩૩) રહે. કાશીમીરાં ગામ, મીરા રોડ, ઝૂમખાં ભાખરી વિસ્તાર, મુંબઇ મહારાષ્ટ્ર મૂળ રહે. દેસુરી રાને, જી.પાલી રાજસ્થાન, (૨) ધર્મેશ ઉર્ફે ધર્મો જયસુખભાઈ સિરિયા (ઉ.વ.૨૩) રહે. પ્રમુખ છાયા સોસાયટી, સરથાણા, સુરત મૂળ રહે. કેરાલા ગામ તા.ધારી જી.અમરેલી, (૩) રામુ છોટેલાલ નિશાદ (ઉ.વ.૩૭) રહે. શાંતિનગર, કડોદરા, સુરત મૂળ રહે. બેનકી ગામ પોષ્ટ ચોડાગર જી.કાનપુર ઉત્તરપ્રદેશ, (૪) અજય સત્યશ્રી મિશ્રા (ઉ.વ.૨૭) રહે. શાંતિનગર, કડોદરા, સુરત મૂળ રહે. લમકાણા, શિવહોરા, જી.જબલપુર, મધ્યપ્રદેશ તથા (૫) જગદીશ તુલસીરામ ચૌધરી (ઉ.વ.૨૫) રહે. રબારી કોલોની, નારોલ, અમદાવાદ મૂળ રહે. એલઆઇસી ઓફીસ સામે, જાવરા, જી. રતલામ મધ્યપ્રદેશને પકડી પાડી, આ ગુન્હામાં સંડોવાયેલ આઇશર ટેમ્પો નંબર એમએચ-૪૩-બીપી-૧૪૭૨ કિંમત રૂા.૫,૫૦,૦૦૦/- તથા ઘરફોડ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કિંમત રૂા.૯,૦૫,૦૦૦/-, મોબાઈલ ફોન નંગ-૦૭ કિંમત રૂા.૧૭,૫૦૦/-, રોકડ રકમ રૂા.૧૫,૦૦૦/- તેમજ એક ટપારિયા કટર, બે ગણેશિયા સહિત કુલ રૂા.૧૪,૮૮,૭૦૦/- સાથે પકડી પાડવામાં આવતા, જૂનાગઢ પોલીસ દ્વારા આરોપીઓ તથા મુદામાલનો કબ્જાે મેળવી, જૂનાગઢ લાવી, ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ માલવાહક વાહન લઈને ગુગલ મેપમાં સર્ચ કરીને શહેર વિસ્તારમાં આવેલ પાન, બીડી, તમાકુ, સિગારેટના ગોડાઉન શોધી કાઢી, ગોડાઉનમાં તાળા તોડી, લાખો રૂપિયાનો માલ ચોરી કરવાની મોડ્‌સ ઓપરેન્ડીસથી ગુન્હાઓ આચરતા હોવાનું જણાય આવેલ છે. પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી ધર્મેશ ઉર્ફે ધર્મો જયસુખભાઈ સિરિયા મુખ્ય સૂત્રધાર છે, હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં લોકડાઉન ચાલું હોય, તમાકુ બીડી સિગારેટની ખૂબ જ તંગી હોય, આ જ મોડ્‌સ ઓપરેન્ડીથી છેલ્લા વર્ષમાં મોરબી, સુરત અને જૂનાગઢ ખાતે ગુન્હાઓ કરેલાની કબૂલાત આરોપીઓ દ્વારા જૂનાગઢ પોલીસ સમક્ષ કરવામાં આવેલ છે. હાલમાં જૂનાગઢ પોલીસ દ્વારા આંતર રાજ્ય ઘરફોડ ગેંગના પાંચેય આરોપીઓની ધરપકડ કરી, આ સિવાય કઇ કઈ જગ્યાએ ગુન્હાઓ આચરેલા છે ? આ પ્રકારના કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ ? એ બાબતે સઘન પૂછપરછ હાથ ધરી, પોલીસ રીમાન્ડ ઉપર મેળવવા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા તથા તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!