ખેત જણસીની વિપુલ આવક અને માર્ચ એન્ડીંગને લઈ જૂનાગઢ યાર્ડમાં ૧ એપ્રિલ સુધી વેપાર-ધંધાની તમામ કામગીરી બંધ

0

જૂનાગઢના દોલતપરામાં આવેલ માર્કેટીંગ યાર્ડમાં ખેત જણસીની વિપુલ માત્રામાં આવક થઇ રહી છે. હાલ યાર્ડ હાઉસ ફૂલ બની જતા ટેકાના ભાવે થતી ખરીદીનું સ્થળ પણ બદલવાની ફરજ પડી છે. દરમ્યાન માર્ચ એન્ડીંગને લઇ યાર્ડમાં રજા રહેશે. ખેડૂતોને પોતાની જણસી લાવતા પહેલા વેપારી, કમિશન એજન્ટ સાથે વાત કરી લેવા અને ત્યારબાદ જ જણસી લાવવા જણાવાયું છે. આ અંગે યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી પી. એસ. ગજેરાએ જણાવ્યું છે કે, યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને માટે સારી વ્યવસ્થા થઇ રહી છે પરિણામે ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાની ખેત જણસી વેંચવા માટે યાર્ડમાં ઉમટી રહ્યા છે. હાલ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. માત્ર છેલ્લા દોઢ માસની જ વાત કરીએ તો મુખ્ય ૫ જણસીની જ ૪,૩૭,૦૦૦ ગુણીની આવક થઇ છે. દરમ્યાન ટેકાના ભાવે ખરીદી પણ યાર્ડમાં જ કરવામાં આવતી હતી. પરંતુ હાલ જણસીની આવક સતત થઇ રહી હોય યાર્ડમાં ખેત ઉત્પાદનને રાખવાની જગ્યાનો અભાવ રહે છે. યાર્ડ ખેત જણસીથી ફૂલ થઇ જતા ટેકાના ભાવે થતી ખરીદીનું સ્થળ પણ બદલવામાં આવ્યું છે. હાલ ટેકાના ભાવે ખરીદી, રજીસ્ટ્રેશન વગેરેની કામગીરી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ ઉપર ખડીયા નજીક આવેલ અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં કરવાની ફરજ પડી રહી છે. દરમ્યાન આગામી માર્ચ એન્ડીંગની કામગીરીને લઇ યાર્ડ બંધ રાખવામાં આવશે. ખાસ કરીને ૨૫ માર્ચથી ૧ એપ્રિલ સુધી દોલતપરા માર્કેટીંગ યાર્ડ બંધ રાખવાનો યાર્ડના વેપારીઓએ ર્નિણય કર્યો છે. મતલબ આ દિવસોમાં યાર્ડમાં વેપારીની તમામ કામગીરી બંધ રહેશે. યાર્ડ ૨ એપ્રિલથી ફરી રાબેતા મુજબની કામગીરીથી ધમધમતું થશે. ત્યારે ખેડૂતો મિત્રો પોતાની જણસી ૧ એપ્રિલ બપોરના ૧૨ વાગ્યા પછી યાર્ડમાં લાવી શકશે.
કમિશન એજન્ટને પૂછીને માલ લાવવો
ર એપ્રિલથી યાર્ડમાં ફરી હરરાજીની કામગીરી શરૂ થશે. જાેકે, તેમ છત્તાં ખેડૂતોએ માલ લાવતા પહેલા કમિશન એજન્ટને પૂછી લેવું. તે કહે પછી જ માલ લાવવો. નહિતર એવું બની શકે છે કે, માલનો ભરાવો થતા યાર્ડમાં જગ્યા ન રહે તો હરરાજી ન થાય. પરિણામે ખેડૂતોને માલ લઇને પરત જવું પડી શકે છે.
મુખ્ય પાંચ જણસીની માત્રા
યાર્ડમાં છેલ્લા દોઢ માસથી વિવિધ જણસીની આવક થઇ રહી છે. આમાં ઘઉં ૧,૫૫,૦૦૦ ગુણી, ચણા ૩૭,૦૦૦ ગુણી, તુવેર ૧,૧૦,૦૦૦ ગુણી, ધાણા ૮૫,૦૦૦ ગુણી અને સોયાબીન ૫૦,૦૦૦ ગુણીઓનો સમાવેશ થાય છે.
કોર્પોરેશન હદ વિસ્તારના ગામડાની કામગીરી
પુરવઠા નિગમના ગોડાઉનમાં માત્ર મહાનગરપાલિકા હદ વિસ્તારના ગામડાના ખેડૂતોનું જ ટેકાના ભાવે વેંચાણ માટે રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે.
ટેકાના ભાવની ખરીદી
ખડીયા નજીકની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ ઉપર આવેલ અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ટેકાના ભાવને લગતી કામગીરી ચાલી રહી છે. દરમ્યાન હાલ માત્ર ચણાની ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે, જ્યારે ઘઉંની ખરીદી શરૂ નથી થઇ પરંતુ માત્ર રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!