જૂનાગઢમાં મધુરમ બાયપાસ નજીક એક સોસાયટીનાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ

0

જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. સંજયભાઈ મનુભાઈ અને સ્ટાફે ગઈકાલે મધુરમ બાયપાસ ગોપાલધામ સોસાયટી, તક્ષશીલા સ્કુલ પાસે રહેતા ગીતાબેન જયંતીભાઈ વાણવી (ઉ.વ.૬૩) પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડતા હોવાની મળેલી બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડતા ગીતાબેન જયંતીભાઈ, શાંતાબેન નાનજીભાઈ વાઘેલા, હીમાનીબેન હરેશભાઈ વાઢેર, ગીતાબેન ભરતભાઈ વગેરેને રૂા.૧૦,૩૦૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા કલમ- ૪,પ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews